પ.બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનની માગણી ભાજપ અને RSSની રાજકીય રમત : CPM

(એજન્સી) કોલકાતા, તા.૬
સીપીએમ નેતાએ રાજ્યમાં પ્રવૃતિ રહેલ તંગદિલી માટે મમતાને જવાબદાર ઠેરવ્યા એ સાથે એમણે ચેતવણી આપી કે ભાજપ અને આરએસએસ રાષ્ટ્રપતિ શાસનની માગણી કરી રાજકીય રમત રમી રહ્યા છે. એમની ગણતરી છે કે રાજ્યમાં અવ્યવસ્થા ફેલાવી મમતા સરકારને બદનામ કરવામાં આવે કે સરકાર રાજ્યમાં સ્થિતિ સંભાળી શકતી નથી એ માટે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે. સીપીએમના અધ્યક્ષ બિમન બોઝે જણાવ્યું કે ર૪ પરગના જિલ્લામાં પરિસ્થિતિ તરત કાબૂમાં લેવામાં આવે અન્યથા ભાજપની રમતમાં જીત થશે. હાલમાં રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની કોઈ જરૂરિયાત નથી જે પ્રમાણે ભાજપની માગણી છે. જો કે, મમતા સરકાર રાજ્યમાં સ્થિતિને નિયંત્રણમાં રાખવા નિષ્ફળ રહી છે અને એ નિષ્ફળતાને ઢાંકવા એ ફકત પોતાના રાજ્યપાલ સાથેના વળસેલા સંબંધો જાહેર પ્રજા સમક્ષ રજૂ કરી રહી છે.
સોશિયલ મીડિયામાં એક પ્રોફેસર અજુગતો કાર્ટુન દોર્યો હતો જેના લીધે મમતા સરકારે એમની ધરપકડ કરી હતી પણ હાલમાં કોમી તંગદિલી ફેલાવવા આ માધ્યમનો દુરૂપયોગ થઈ રહ્યો છે. ત્યારે એ ખામોશ છે. મમતા સામે કોમી તોફાનો ડામવાનો મોટો પડકાર છે પણ એ પડકારથી ધ્યાન બીજે વાળવા પ્રયાસો કરે છે.
પોલીસ મૂકપ્રેક્ષક બની ઊભી છે અને તોફાનીઓ સામે પગલા લેતી નથી. ગયા વર્ષે દુર્ગાપૂજા વખતે થયેલ બનાવોમાં જે રીતે પોલીસે સક્રિયતા બતાવી હતી એ સક્રિયતા કોમી રમખાણો રોકવા બતાવી નથી. એમણે કહ્યું કે કોમી એખલાસ જાળવવા મમતાએ બધા પક્ષોની મીટિંગ બોલાવવી જોઈએ. અમે જ્યારે આટલા વર્ષો સુધી સત્તામાં હતા ત્યારે બંગાળમાં કયારે પણ બે કોમોને વિભાજિત કરવાના પ્રયાસો કરાયા ન હતા. અમે કાયમ આ નીતિથી દૂર રહ્યા હતા. કોમી એખલાસ જાળવવા મમતાએ ગંભીર પગલાં લેવા જોઈએ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks