પી.વી.સિન્ધુએ ઈતિહાસ સર્જ્યો : કોરિયા ઓપન સુપર સિરીઝ પોતાને નામે કરી

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
ભારતીય બેડમિન્ટન ખેલાડી પી.વી.સિંધુએ કોરિયા ઓપન બેડમિન્ટન પ્રતિયોગિતા જીતીને નવો ઈતિહાસ રચી દીધો હતો. જાપાનની નોજોમી ઓકુહારાથી વિશ્વ ચેમ્પિયનશીપમાં મળેલી હારનો બદલો લઈને સિંધુ કોરિયા ઓપન જીતનારી પ્રથમ ભારતીય મહિલા ખિલાડી બની હતી. મહિલાના એકલા વર્ગમાં એક કલાક ર૪ મિનિટ સુધી ચાલેલી મેચમાં સિંધુએ ઓકુહારાને રર-ર૦, ૧૧-ર૧, ર૧-ર૮થી હરાવીને જીત હાંસલ કરી હતી. સિંધુએ માત્ર પોતાની હારનો જ બદલો લઈ કોરિયા ઓપનનો ખિતાબ ન જીત્યો પણ ઓકુહારા વિરૂદ્ધ રમવામાં આવેલી સ્પર્ધામાંની સંખ્યામાં પણ ૪-૪ની બરાબરી કરી લીધી હતી. સિંધુનો આ ત્રીજો સુપર સીરિઝ ખિતાબ છે. આની પહેલાં ગત વર્ષે ચાઈના ઓપન સુપર સીરિઝ પ્રિમિયરનો ખિતાબ જીત્યો હતો ત્યારબાદ ચાલુ વર્ષે સ્પેનમાં પણ ઈન્ડિયા ઓપનનો ખિતાબ જીત્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks