પાસના વિસર્જનની વાત માત્ર અફવા હાર્દિક સાથે મારે મત ભેદ નથી

અમદાવાદ,તા.ર૧
કોંગ્રેસ સાથે પાસના કન્વીનરોને ટિકિટ આપવા મુદ્દે દિનેશ બાંભણિયાએ પાસ વતી કોંગ્રેસ પાસે ટિકિટ ફાળવણીના કોના ઈશારે કરી તેવી માગ કરતા થયેલી માથાકૂટને લીધે હાર્દિક પટેલની પાસનું વિસર્જન થશે તેવી બહેતી થયેલી અટકળો અંગે દિનેશ બાંભણિયાએ મીડિયાને જણાવ્યું હતું કે પાસનું વિસર્જન થશે તે માત્ર અફવા છે. પાસના નેતા દિનેશ બાંભણિયા સહિતનાઓને હાર્દિક પટેલ સાથે મતભેદો હોવાની અટકળો તેજ બની છે. ત્યારે દિનેશ બાંભણિયાએ મીડિયાને જણાવ્યું હતું કે પાસનું વિસર્જન નહીં થાય અને મારી અને હાર્દિક વચ્ચે કોઈ મતભેદો નથી. આવા સમાચાર એ અફવા છે. વધુમાં તેમણે કહ્યું કે અમે કોંગ્રેસ પાસે ટિકિટોની કોઈ માગણી કરી નથી. અનામતની પોલિસી અને ટિકિટ વહેંચણીને લઈને કોંગ્રેસ સાથે થયેલા મતભેદો અંગે હાર્દિક પટેલ એક બે દિવસમાં પત્રકાર પરિષદ યોજીને અનામત અંગે અને કોને સમર્થન આપવું તે અંગે જાહેરાત કરશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks