સરકારથી નારાજ; હોકીમાં ઓલિમ્પિક વિજેતા મરહૂમ મોહમ્મદ શાહિદની પત્ની પદ્મશ્રી પરત કરશે

(એજન્સી)
વારાણસી, તા.૧૭
મોસ્કો ઓલમ્પિક્સ-૧૯૮૦માં સુવર્ણ પદક જીતનાર ભારતીય હોકી ટીમના હીરો રહેલ ડરબ્લિંગના ઉસ્તાદ મર્હુમ મોહમ્મદ શાહીદના પદ્મશ્રી અને અર્જુન એવોર્ડ. પત્ની પરવીન ર૦ જુલાઈના રોજ વડાપ્રધાન આવાસ ખાતે સરકારને પરત કરશે. પત્ની પરવીન શાહીદ સરકારના વચનભંગ બદલ આ એવોર્ડ સરકારને પાછા આપશે. ર૦ જુલાઈના રોજ હોકી ચેમ્પિયન શાહીદના મૃત્યુને બે વર્ષ પૂર્ણ થશે. એમના મૃત્યુ બાદ તત્કાલીન કેન્દ્રીય રાજ્યમંત્રી વિજય ગોયલે શાહીદના નામે કાશીમાં ઓલ ઈન્ડિયા હોકી સ્પર્ધા શરૂ કરવાનું વચન આપ્યું હતું. હોકીના લિજેન્ડ ધનરાજ પિલે અને જફર ઈકબાલે કાશીમાં શાહીદના નામે હોકી એકેડમી શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ બંને વચનો હવે પૂરા થયા નથી. આથી વહીવટથી નારાજ પરવીને મર્હુમ પતિ શાહીદને મળેલ પદ્મશ્રી અને અર્જુન એવોર્ડ સહિત અન્ય પુરસ્કાર વડાપ્રધાન આવાસ પર મોકલી દેવાનો નિર્ણય કર્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks