પદ્માવતી વિવાદમાં પડવા સુપ્રીમનો ઇન્કાર, દૃશ્યો કાઢી નાખવાની માગ કરતી અરજી ફગાવી

(એજન્સી ) નવી દિલ્હી, તા. ૨૦
પદ્માવતી ફિલ્મ અંગે સુપ્રીમ કોર્ટે ફરી સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, અત્યારસુધી સેન્સર બોર્ડે કોઇ નિર્ણય લીધો નથી. આવા સમયે કોર્ટે તેમાં દખલ ન કરી શકે અને તે પ્રિ જજમેન્ટ તરીકે ગણાશે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે, અત્યારે આ મામલો સંપૂર્ણ રીતે બહાર આવ્યો નથી. સેન્સર બોર્ડ સર્ટિફિકેટ માટે બંધારણીય રીતે કામ કરે છે અને ફિલ્મ અંગે તે જ વિચારણા કરશે. કોર્ટ આ મામલે દખલ કેવી રીતે આપી શકે. કોર્ટે વધુમાં અરજદારને જણાવ્યું હતું કે, જે વાંધો અરજીમાં કરવામાં આવ્યો છે તે અન્ય કામ માટે ઉપયોગમાં નહીં આવે અને તેને જાહેર કરવામાં પણ નહીં આવે. આ રીતે સુપ્રીમ કોર્ટે અરજીનો નિકાલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, વકીલ એમએલ શર્માએ અરજી દાખલ કરી આ ફિલ્મમાંથી વિવાદિત દૃશ્યોને હટાવવા અંગે આદેશ આપવા માગ કરી હતી. આ સાથે જ ફિલ્મના નિર્માતા અને નિર્દેશક વિરૂદ્ધ ફરિયાદ નોંધી સીબીઆઇ તપાસની માગ કરી હતી. અરજીમાં એમ પણ જણાવાયું હતું કે, જાણીજોઇને એક મહિલાની માનહાનિ કરવામાં આવી છે. પદ્માવતી અંગે હાલ વિવાદ ચાલી રહ્યો છે અને ફિલ્મની રીલિઝ પર રોક લગાવવાની માગ પણ કરવામાં આવી રહી છે. ફિલ્મના નિર્માતાઓએ સ્વેચ્છાથી ફિલ્ની રીલિઝને ટાળી દીધી છે. આ ફિલ્મ પહેલી ડિસેમ્બરે રીલિઝ થવાની હતી જોકે, તે ક્યારે રીલિઝ થશે તેની કોઇ તારીખો બહાર પાડવામાં આવી નથી.

આ અત્યારે થવું જોઈએ નહીંતર કયારેય નહીં થાય : શબાના આઝમી, જાવેદ
અખ્તરે ફિલ્મ ઉદ્યોગને પદ્માવતી બાબત પોતાનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું

(એજન્સી) મુંબઈ, તા.ર૦
અમિનેત્રી શબાના આઝમી અને લેખક જાવેદ અખ્તરે બોલીવુડના સભ્યોને જણાવ્યું છે કે, એ લોકો રાજકારણીઓના હાથાઓ નહીં બને જે રીતે રાજકારણીઓ પોતાનું રાજકીય લાભ ખાટવા, ભાગલાવાદી અને ધ્રુવીકરણનું રાજકારણ રમી રહ્યા છે. પદ્માવતી બાબતે વિવાદો દિવસે-દિવસે વધી રહ્યા છે એના માટે ફિલ્મ ઉદ્યોગો રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર ઉપર દોષ મૂક્યો છે. બન્ને સરકારો પરિસ્થિતિ સાચવવા નિષ્ફળ રહી છે. એમણે પત્રકાર રાજદીપ સરદેસાઈને કહ્યું કે અસલ ગુનેગારો કરની સેના અને બીજા રાજપૂત સંગઠનો નથી પણ રાજસ્થાન, ઉ.પ્ર., મધ્યપ્રદેશ, હરિયાણાની રાજ્ય સરકારો ઉપરાંત કેન્દ્ર સરકાર છે જે કાયદો વ્યવસ્થા જાળવી શકતા નથી અને ફિલ્મના દિગ્દર્શક અને અભિનેત્રી-અભિનેતાઓની હત્યાઓ માટે ઈનામો જાહેર કરનારાઓને જેલ ભેગો કરવા નિષ્ફળ ગઈ છે. રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ કેન્દ્રને વિનંતી કરી છે કે, ફિલ્મ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે કારણ કે એ રાજપૂતોની લાગણીઓ દુભાવે છે. શબાનાએ કહ્યું કે, આ પ્રકારની પરિસ્થિતિનો સ્પષ્ટ વિરોધ કરવાનો અત્યારે જ સમય છે એ પછી નહીંતર કયારે પણ મળશે નહીં. આ પ્રકારનો વિરોધ અસહ્ય છે. લોકો ખુલ્લેઆમ ધમકીઓ આપી રહ્યા છે અને સરકારો ચૂપ છે. શું આ ગુનેગારો નથી ? આ ગુનો નથી તો શું છે ? શબાનાએ આ પહેલાં ગોવા ખાતે યોજાનાર ફિલ્મ મહોત્સવનો બહિષ્કાર કરવા કહ્યું હતું. એક તરફ સરકાર ફિલ્મકારોને સન્માન આપી રહી છે. બીજી તરફ એમને હત્યાઓની ધમકી આપનારાઓને સમર્થન આપે છે. આપણે નિર્ણય કરવું પડશે કે સરકારની પ્રશંસા કરીએ કે આલોચના જ્યાં સુધી આવા ગુનેગારોને જેલ ભેગો નહીં કરાય ત્યાં સુધી ફિલ્મ ઉદ્યોગે ફિલ્મોત્સવનો બહિષ્કાર કરવો જોઈએ. જાવેદ અખ્તરે કહ્યું કે જે લોકો ત્રાસવાદીઓનો ખાત્મો કરવાની વાતો કરે છે એ લોકો ફિલ્મને રિલીજ નહીં કરાવી શકતા. માનવાખાતર અમે માની લઈએ કે રાજપૂતોની લાગણીઓ દુભાય છે તો એ કોર્ટમાં જઈ શકે છે પણ અહીં શું થઈ રહ્યું છે. માથા વાઢવાની અને નાક વાઢવા માટે ઈનામોની જાહેરાત કરાય છે ? શું આ સભ્ય અને લોકશાહી દેશ છે ? અભિનેતા પ્રકાશ રાજે, રિતેશ દેશમુખ અને ટિ્‌વંકલ ખન્નાએ પણ ફિલ્મને સમર્થન આપ્યું છે અને વિરોધ કરનારાઓની સામે સખ્ત પગલાં લેવા માગણી કરી છે. પ્રકાશ રાજે લખ્યું છે કે ગુજરાતની ચૂંટણીઓ પછી તો ફિલ્મ રીલીઝ થશે કે નહીં ? લોકોએ ભણસાલીનું માથું વાઢવા ૧૦ કરોડના ઈનામની જાહેરાત કરી છે. શું આના ઉપર જીએસટી લાગશે કે નહીં ? મને લાગે છે કે, નોટબંધી પછી લોકો પાસે ઘણા નાણાં આવી ગયા છે જેથી બમ્પર ઈનામો આપે છે. રવિવારે ફિલ્મના નિર્માતાએ ફિલ્મની રિલીઝ હાલમાં મોકૂફ રાખી છે અને આગામી તારીખ પછી જાહેર કરવાની જાહેરાત કરી છે. આના પગલે કરની સેનાએ પણ ભારત બંધનું એલાન પાછું ખેંચ્યું છે.

શિવરાજ સરકાર રાજપૂત પ્રદર્શનકારીઓ આગળ ઝૂકી
રાજ્યમાં પદ્માવતીની રિલિઝ પર પ્રતિબંધ મૂક્યો

(એજન્સી) ભોપાલ/ચંદીગઢ,તા. ૨૦
સંજય લીલા ભણશાળીની ૨૦૦ કરોડના ખર્ચે બનેલી ફિલ્મ પદમાવતી પર ચાલી રહેલા વિરોધ-પ્રદર્શનમાં મધ્યપ્રદેશ અને પંજાબ પણ જોડાયા છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચોહાણે સોમવારે પત્રકારોને કહ્યું કે જો ફિલ્મમાં રાજમાતા પદમાવતી અંગે ખોટું દેખાડવામાં આવ્યું હોય તો રાજ્યમાં તેને પ્રદર્શિત થતી અટકાવવામાં આવશે. શિવરાજે કહ્યું કે ઐતિહાસિક તથ્યો સાથે છેડછાડ કરીને જો રાજમાતા પદમાવતીના સન્માનની વિરૂદ્ધમાં કંઈ પણ ખોટું દેખાડવામાં આવ્યું હશે,અથવા તો કંઈ કહેવામાં આવ્યું હશે તો મધ્યપ્રદેશની ધરતી પર આ ફિલ્મને પ્રદર્શિત નહીં કરવા દેવામાં આવે. મધ્યપ્રદેશના રાજપૂત સમાજે પણ આ ફિલ્મનો વિરોધ કર્યો છે. રાજપૂત સમાજના એક પ્રતિનિધિમંડળે સોમવારે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચોહાણ સાથે મુલાકાત કરીને વિરોધ નોંધાવ્યો હતો. શિવરાજસિંહ ચોહાણે પણ રાજ્યમાં પદમાવતીના રિલિઝ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. શિવરાજે કહ્યું કે જ્યા સુધી ફિલ્મમાંથી વાંધાજનક દ્રશ્યો હટાવવામાં નહીં આવે ત્યાં સુધી રાજ્યમાં ફિલ્મને રિલિઝ નહીં થવા દેવામાં આવે. તેમણે કહ્યું કે ફિલ્મમાં ઈતિહાસનું વિકૃત ચિત્રણ કરવામાં આવ્યું છે જેને કોઈ પણ સંજોગોમાં સાંખી નહીં લેવામાં આવે. રાજપૂત રાણીનું આવું વિકૃત ચિત્રણ અસ્વીકાર્ય છે. ચોહાણે તેમને ખાતરી આપી કે ફિલ્મ ભલે રિલિઝ થઈ જાય પરંતુ મધ્યપ્રદેશમાં પ્રદર્શિત નહીં કરવા દેવામાં આવે. સૂત્રોના જણાવ્યાનુસાર, સોમવારે સવારે મોટી સંખ્યામાં રાજપૂતો મધ્યપ્રદેશ ભાજપ અધ્યક્ષ નંદકુમાર સિંહને મળ્યાં હતા. જે પછી ચોહાણે ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે રાજ્યમાં ફિલ્મ પદમાવતી કોઈ પણ સંજોગોમાં પ્રદર્શિત નહીં થાય. ચોહાણે તો ત્યાં સુધી કહ્યું કે સેન્સર બોર્ડે ભલે આ ફિલ્મને રિલિઝ કરી નાખે પરંતુ રાજ્યમાં આ ફિલ્મ પ્રતિબંધિત રહેશે. સંજય લીલા ભણશાળીની ૨૦૦ કરોડના ખર્ચે બનેલી ફિલ્મ પદમાવતી પર ચાલી રહેલા વિરોધ-પ્રદર્શનમાં પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહ પણ જોડાયા છે. ૭૫ વર્ષીય સિંહે કહ્યું કે કોઈને પણ ઇતિહાસ થા છેડછાડ કરવાનો હક નથી તેને કોઈ પણ સંજોગોમાં સાંખી નહીં લેવામાં આવે. જેઓ વિરોધ કરી રહ્યાં છે તેઓ સાચા છે.આવું કરવાનો તેમને અધિકાર છે.
અમરિન્દરથી માંડીને શિવરાજ સુધી : ‘સુપર સેન્સરવાદી’ જૂથો પદમાવતીના વિરોધમાં આગળ આવ્યાં

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૦
સંજય લીલા ભણશાળીની ૨૦૦ કરોડના ખર્ચે બનેલી ફિલ્મ પદમાવતી પર ચાલી રહેલા વિરોધ-પ્રદર્શનમાં પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહ પણ જોડાયા છે. ૭૫ વર્ષીય સિંહે કહ્યું કે કોઈને પણ ઇતિહાસ થા છેડછાડ કરવાનો હક નથી તેને કોઈ પણ સંજોગોમાં સાંખી નહીં લેવામાં આવે. જેઓ વિરોધ કરી રહ્યાં છે તેઓ સાચા છે.આવું કરવાનો તેમને અધિકાર છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચોહાણે પણ રાજ્યમાં પદમાવતીના રિલિઝ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. શિવરાજે કહ્યું કે જ્યા સુધી ફિલ્મમાંથી વાંધાજનક દ્રશ્યો હટાવવામાં નહીં આવે ત્યાં સુધી રાજ્યમાં ફિલ્મને રિલિઝ નહીં થવા દેવામાં આવે. તેમણે કહ્યું કે ફિલ્મમાં ઈતિહાસનું વિકૃત ચિત્રણ કરવામાં આવ્યું છે જેને કોઈ પણ સંજોગોમાં સાંખી નહીં લેવામાં આવે. રાજપૂત રાણીનું આવું વિકૃત ચિત્રણ અસ્વીકાર્ય છે. મધ્યપ્રદેશના રાજપૂત સમાજે પણ આ ફિલ્મનો વિરોધ કર્યો છે. રાજપૂત સમાજના એક પ્રતિનિધિમંડળે સોમવારે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચોહાણ સાથે મુલાકાત કરીને વિરોધ નોંધાવ્યો હતો. શિવરાજસિંહ ચોહાણે પણ રાજ્યમાં પદમાવતીના રિલિઝ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. શિવરાજે કહ્યું કે જ્યા સુધી ફિલ્મમાંથી વાંધાજનક દ્રશ્યો હટાવવામાં નહીં આવે ત્યાં સુધી રાજ્યમાં ફિલ્મને રિલિઝ નહીં થવા દેવામાં આવે. તેમણે કહ્યું કે ફિલ્મમાં ઈતિહાસનું વિકૃત ચિત્રણ કરવામાં આવ્યું છે જેને કોઈ પણ સંજોગોમાં સાંખી નહીં લેવામાં આવે. રાજપૂત રાણીનું આવું વિકૃત ચિત્રણ અસ્વીકાર્ય છે. ચોહાણે તેમને ખાતરી આપી કે ફિલ્મ ભલે રિલિઝ થઈ જાય પરંતુ મધ્યપ્રદેશમાં પ્રદર્શિત નહીં કરવા દેવામાં આવે. સૂત્રોના જણાવ્યાનુસાર, સોમવારે સવારે મોટી સંખ્યામાં રાજપૂતો મધ્યપ્રદેશ ભાજપ અધ્યક્ષ નંદકુમાર સિંહને મળ્યાં હતા. જે પછી ચોહાણે ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે રાજ્યમાં ફિલ્મ પદમાવતી કોઈ પણ સંજોગોમાં પ્રદર્શિત નહીં થાય. સંજય લીલા ભણશાળીની ૨૦૦ કરોડના ખર્ચે બનેલી ફિલ્મ પદમાવતી પર ચાલી રહેલા વિરોધ-પ્રદર્શનમાં પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહ પણ જોડાયા છે. ૭૫ વર્ષીય સિંહે કહ્યું કે કોઈને પણ ઇતિહાસ થા છેડછાડ કરવાનો હક નથી તેને કોઈ પણ સંજોગોમાં સાંખી નહીં લેવામાં આવે. જેઓ વિરોધ કરી રહ્યાં છે તેઓ સાચા છે.આવું કરવાનો તેમને અધિકાર છે.

પદ્માવતી વિવાદ ‘સુપર ઈમરજન્સી’ જેવો, અભિવ્યક્તિની
આઝાદીને ખતમ કરવામાં આવી રહી છે : મમતા બેનરજી

(એજન્સી) કોલકત્તા,તા. ૨૦
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ સોમવારે એવો આક્ષેપ કર્યો કે સંજય લીલા ભણશાળીની ફિલ્મ પદમાવતી પરનો વિવાદ જાણીજોઈને કરવામાં આવ્યો છે કોઈ રાજકીય પક્ષની અભિવ્યક્તિની આઝાદીને ખતમ કરવા માટેનો આ પ્રયાસ છે. તેમણે ફિલ્મી જગતને ભણશાળીના ટેકામાં આવવાની અપીલ કરી. તેમણે કહ્યું કે પદમાવતી વિવાદ દુર્ભાગ્યપૂર્ણ છે પંરતુ કોઈ રાજકીય પાર્ટીની અભિવ્યક્તિની આઝાદીને ગળેટૂંપો દેવા માટે જાણીજોઈને કરવામાં આવેલો પ્લાન છે.સિદ્ધારમૈયાએ ટ્‌વીટર પર લખ્યું કે હું ભાજપની અસહિષ્ણુ સંસ્કૃતિની ઘોર નિંદા કરૂ છું. કર્ણાટક દિપિકાની સાથે છે, દિપિકા અમારા રાજ્યનો એક મહત્વનો ભાગ છે હું હરિયાણાના મુખ્યમંત્રીની અપીલ કરૂ છું કે તેઓ દિપિકાને ધમકી આપનારની સામે કડક કાર્યવાહી કરે. તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ટ્‌વીટ કરીને કહ્યું કે પદમાવતી વિવાદ દુર્ભાગ્યપૂર્ણ નહીં પરંતુ રાજકીય પક્ષો વતી અભિવ્યક્તિની આઝાદીને ખતમ કરવાની જાણીજોઈને કરવામાં આવેલું ષડયંત્ર છે. આ તો સુપર એજન્સી છે. સમગ્ર ફિલ્મી જગતે તેની વિરૂદ્ધ અવાજ ઉઠાવવો જોઈએ. બિહાર,ગુજરાત,દિલ્હી અને કર્ણાટકમાં વિરોધ બાદ કરણી સેનાના એક નેતાએ દિપિકા પાદુકોણને શારીરિક ઈજા પહોંચડવાની ધમકી આપી હતી. બેનરજીએ કહ્યું કે અમે સુપર ઈમરજન્સી જેવી સ્થિતિને વખોડી કાઢીએ છીએ. ફિલ્મી જગતમાં તમામ લોકોએ ભણશાળી અને તેમના ટેકામાં બહાર આવવુ જોઈએ અને તેનો એકમતે વિરોધ કરવો જોઈએ.

દિપીકાને ધમકી આપનારાઓ સામે પગલાં લેવા સિદ્ધરમૈયાની ખટ્ટર સમક્ષ માંગ

(એજન્સી) બેંગ્લોર, તા.૨૦
સંજય લીલા ભણશાળીની આગામી ફિલ્મ પદ્માવતી પર મચી રહેલા વિવાદની વચ્ચે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ દિપિકાના સમર્થનમાં આવ્યાં છે. એક બાજુ ભાજપના કેટલાક નેતાઓએ પદ્માવતી વિરોધને યોગ્ય ગણાવ્યો છે તો કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધરમૈયા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ભાજપની ઉગ્ર ટીકા કરી છે. સિદ્ધારમૈયાએ ટ્‌વીટર પર લખ્યું કે હું ભાજપની અસહિષ્ણુ સંસ્કૃતિની ઘોર નિંદા કરૂ છું. કર્ણાટક દિપિકાની સાથે છે, દિપિકા અમારા રાજ્યનો એક મહત્ત્વનો ભાગ છે. હું હરિયાણાના મુખ્યમંત્રીને અપીલ કરૂ છું કે તેઓ દિપિકાને ધમકી આપનારની સામે કડક કાર્યવાહી કરે. તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ટ્‌વીટ કરીને કહ્યું કે પદ્માવતી વિવાદ દુર્ભાગ્યપૂર્ણ નહીં પરંતુ રાજકીય પક્ષો વતી અભિવ્યક્તિની આઝાદીને ખતમ કરવાની જાણી જોઈને કરવામાં આવેલું ષડયંત્ર છે. આ તો સુપર એજન્સી છે. સમગ્ર ફિલ્મી જગતે તેની વિરૂદ્ધ અવાજ ઉઠાવવો જોઈએ. બિહાર, ગુજરાત, દિલ્હી અને કર્ણાટકમાં વિરોધ બાદ કરણી સેનાના એક નેતાએ દિપિકા પાદુકોણને શારીરિક ઈજા પહોંચડવાની ધમકી આપી હતી. જેને પરિણામે મુંબઈ પોલીસને દિપિકાની સુરક્ષા વધારવી પડી. વિવિધ જૂથો સાથે મુલાકાત કર્યા બાદ રાજસ્થાનના મુખ્યમંત્રી રાજેએ કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાનીને પત્ર લખીને આ ફિલ્મ અટકાવવાની માંગણી કરી હતી. તેમણે કહ્યું કે ફિલ્મને કેટલાક સુધારા કર્યા વગર રિલિઝની મંજૂરી ન આપવી જોઈએ કારણ કે તેનાથી કોઈ સમાજની લાગણીને ઠેસ પહોંચી શકે છે. છેલ્લા કેટલાક સમયથી રાજપૂત સેના આ ફિલ્મનો ભારે વિરોધ કરી રહ્યાં છે. તેમના જણાવ્યાનુસાર ફિલ્મમાં ઇતિહાસ સાથે છેડછાડ કરવામાં આવી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts