પાડોશમાં મુસ્લિમ સાથે અમે કઈ રીતે રહી શકીએ ? : મેરઠમાં હવે ‘લેન્ડજેહાદ’નો ડર

(એજન્સી) મેરઠ, તા. ૨૨
અમે અમારા પાડોશમાં મુસ્લિમ સાથે કઈ રીતે રહી શકીએ ? ઉ.પ્ર.ના મેરઠમાં ચાહાસોર મહોલ્લામાં એક ઘરની બહાર એકત્ર થયેલા પાડોશીઓ સાથે સૂર પુરાવતાં કેશવ ગોસ્વામીએ આ પ્રશ્ન કર્યો હતો. રવિવારે સાંજે ગોસ્વામી અને હિન્દુઓના વર્ચસ્વવાળા વિસ્તારમાં અન્ય લોકોએ જ્યારે આ ઘરમાં એક નવા માલિક આવ્યા ત્યારે વિરોધ દેખાવો યોજ્યા હતા. આ ઘરના પૂર્વ માલિક સંજય રસ્તોગીએ આ મકાન નવમન અહમદ નામના એક મુસ્લિમને રૂા. ૨૮.૩૦ લાખમાં વેચ્યું હતું. આ ડીલ જાન્યુઆરીમાં ફાઈનલ થઈ હતી પરંતુ અહમદે છેલ્લો હપ્તો ૮ ડિસેમ્બરના રોજ ચૂકવ્યો હતો અને ત્યારબાદ થોડા દિવસ પછી આ મકાનનો કબજો લેવા તે આવ્યો હતો. ભાજપની યુવા પાંખ ભારતીય જનતા યુવા મોરચાના સભ્યોએ હિન્દુ વિસ્તારમાં મુસ્લિમને મકાન વેચવાનો વિરોધ કર્યો હતો. પાછળથી પોલીસે દરમિયાનગીરી કરી હતી અને તેઓ દાવો કર્યો હતો કે, આ મામલાનું નિરાકરણ આવી ગયું છે. રસ્તોગીને સંપૂર્ણ રકમ આ મુસ્લિમ ખરીદનારને પરત કરવા જણાવાયું હતું. સુશીલ ગોસ્વામી નામના ભગવાધારી એક સામાજિક કાર્યકરે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક મહિનાઓમાં મુસ્લિમોએ પાડોશીની લેનમાં ત્રણ ઘર ખરીદ્યા હતા અને અમે હિન્દુઓ કશું કરી શક્યા નહીં પરંતુ આ વખતે આ થવા દીધું નહીં. આ ભગવાધારી ગોસ્વામી જતા રહ્યા એટલે અન્ય લોકોએ એવી ગુસપુસ શરૂ કરી હતી કે ગોસ્વામીએ જ કમિશન માટે અહમદ સાથે ડીલ કરવા રસ્તોગીને મદદ કરી હતી. એવામાં સુશીલ ગોસ્વામી પરત આવ્યા હતા અને તેમણે આ તમામ આક્ષેપો નકારી કાઢ્યા હતા. મેરઠમાં આજકાલ હિન્દુઓ લવજેહાદથી ડરી રહ્યા છે. બજરંગ દળના પશ્ચિમ ઉ.પ્ર.ના કન્વિનર બલરાજ ડુંગરે જણાવ્યું હતું કે, અમોએ લવજેહાદ વિરુદ્ધ રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરી છે. લવજેહાદનો અર્થ સમજાવતાં ડુંગરે જણાવ્યું હતું કે, લવજેહાદ બે રીતે જોવા મળે છે. એક તો મુસ્લિમો સરકારી જમીન પર દબાણ કરીને ત્યાં મસ્જિદ બાંધે છે અને બીજું મુસ્લિમો હિન્દુ વિસ્તારોમાં ઘર ખરીદીને થોડા સમયમાં મુસ્લિમ વિસ્તારમાં ફેરવી નાંખે છે. આમ, લેન્ડ જેહાદનો એક આવો અલગ અર્થ પણ નીકળે છે. મેરઠમાં ૧૯૮૭ના કોમી રમખાણો બાદ મુસ્લિમોનું એકત્રીકરણ મોટા પાયે થવા લાગ્યું હતું. જો કે એવો પણ આક્ષેપ છે કે હિન્દુ વિસ્તારોમાં મિલકતોના માલિકો મુસ્લિમો પાસેથી મોંઘા ભાવ માગે છે અને મકાનો વેચે છે કારણ કે, તેઓ પાડોશીઓ અને સ્થાનિક ગુંડાઓની વિરુદ્ધ જઈને મુસ્લિમોને પોતાની મિલકતનું વેચાણ કરતા હોય છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks