પહેલાં જ દિવસે લખનૌ મેટ્રો ઠપ : સેંકડો મુસાફરો એક કલાક અંદર ફસાયા

(એજન્સી) લખનઉ, તા.૬
ઉદ્‌ઘાટનના એક દિવસમાં જ લખનઉ મેટ્રોનું સૂરસૂરિયું થવા પામ્યું હતું. પહેલાં જ દિવસે લખનઉ મેટ્રો ટેકનિકલ ખામીને કારણે ઠપ રહેવા પામી હતી જેને કારણે ૫૦૦ કરતાં પણ વધારે મુસાફરો લગભગ એક કલાક સુધી અંદર ફસાયા હતા. દિવસની શરૂઆતમાં મવૈયા સ્થિત સ્પેશિયલ સ્પાનની પાસે મેટ્રો લગભગ એક કલાક સુધી ઊભી રહી હતી. ટેકનિકલ ખામીને કારણે અંદરની લાઈટ્‌સ અને એસી બંધ થઈ ગઈ હતી અને લોકો ગભરાટમાં આવી ગયા હતા. લખનઉ મેટ્રો રેલ કોર્પોરેશનને ખામી શોધતા ૨૦ મિનિટનો સમય લાગ્યો. અધિકારીઓના જણાવ્યાનુસાર આ એક જ ટ્રેનમાં ખામી હતી બાકીની ટ્રેનો તેના નિયમિત સમયે દોડી રહી હતી. અધિકારીઓએ કહ્યું કે ટેકનિકલ ખામીની ઓળખ કરી લેવામાં આવી અને તેને સુધારી દેવામાં આવી છે. કોચમાં પાણીની પણ વ્યવસ્થા નહોતી. એસી બંધ હોવાથી અંદરનું તાપમાન પણ વધી ગયંુ હતું. પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે મેટ્રોની ખામી બાદ યોગી સરકાર પર તથા કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે ટ્‌વીટ કરીને લખ્યું કે લખનઉ મેટ્રો તો પહેલેથી બનીને તૈયાર હતી ભારતે સરકારે સીએમઆરએસ દ્વારા એઓસી આપવામાં ઘણો વિલંબ કર્યો હતો. ટોણો મારતાં અખિલેશે કહ્યું કે એન્જિન તો પહેલેથી રવાના થઈ ગયું હતું. ડબ્બા તો પાછળથી આવવાના હતા. બીજીબાજુ એસપી કાર્યકરોએ ટ્રાન્સપોર્ટ નગરમાં મેટ્રો ઠપ થતાં ભારે હોબાળો મચાવ્યો હતો. મંગળવારે સવારે ગૃહમંત્રી રાજનાથ અને રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મેટ્રોનું ઉદ્‌ઘાટન કર્યું હતું. પહેલી ટ્રેનને ૬ સપ્ટેબરના રોજ જાહેર જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી પરંતુ પહેલાં જ દિવસે તેમાં ટેકનિકલ ખામી સર્જાતા તે લગભગ એક કલાક સુધી ઠપ રહેવા પામી હતી. એસપી કાર્યકરોએ એવો આક્ષેપ કર્યો કે પોલીસે અમારી પર લાઠીઓ ચલાવી હતી અને અમને ટ્રેનમાં બેસતા રોક્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks