પાલનપુર, તા. ર૮
પાલનપુર રેલ્વે સ્ટેશન ઉપર એક યુવક પૈસા ભરેલી થેલી ભૂલી ઘયો હતો.જે બેગ રેલ્વે પોલીસને મળી આવતા પોલીસે મુળ માલીકની શોધ ખોળ કરી ૭૫ હજાર ભરેલી થેલી મૂળ માલીકને પરત સોપી હતી.જેથી યુવકે હાશકારો અનુભવ્યો હતો.
પાલનપુર માનસરોવર ફાટક વિસ્તારમાં રહેતો ગણેશ માનસંગ સલાટ આજરોજ વહેલી સવારે પાલનપુર રેલ્વે સ્ટેશન ઉપર કામ અર્થે આવ્યો હતો.તે સમયે તેના મજુરીના નાણા ભરેલી થેલી પ્લેટ ફોમ ઉપર ભૂલી ઘરે પહોચી ગયો હતો.તે સમયે રેલ્વે પીએસઆઇ પી.એસ. ગૌસ્વામીની સૂચનાથી સ્ટાફના એએસઆઇ નટવરસિંહ હેડ કોસ્ટેબલ સામળભાઇ સ્ટાફ સાથે રેલ્વે પ્લેટફોમ ઉપર પેટ્રોલીંગ કરી રહ્યા હતા.તે સમયે થેલી ઉપર નજર પડતા પોલીસે સંકાસ્પદ થેલીની તલાસી લેતા થેલી પૈસાથી ભરેલી હતી.ત્યારબાદ પોલીસે પ્લેટ ફોમ ઉપર થેલીના માલીકની શોધખોળ હાથ ધરી હતી.પરંતુ કોઇ પતો લાગ્યો ન હતો.ત્યારબાદ સધન તપાસ બાદ મુળ માલીક મળી આવતા પી.એસ.આઇએ સ્ટાફ સાથે મુળ માલીકને ૭૫ હજાર ભરેલી થેલી સોપવામાં આવતા મુળ માલીકે હાશકારો અનુભવ્યો હતો.