પાકિસ્તાન નહીં પરંતુ ભારતીય સેનાના કારણે કાશ્મીરમાં પથ્થરબાજ જન્મ લે છે : કવિતા કૃષ્ણન

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૬

કાશ્મીરી પથ્થરબાજ યુવકોને લઈને દેશમાં આકરી ટીકાઓ થઈ રહી છે. લોકોએ પથ્થરબાજોને દેશદ્રોહી કહી રહ્યા છે. પરંતુ સીપીઆઈ (એમએલ) નેતા કવિતા કૃષ્ણને કાશ્મીરમાં પથ્થર ફેંકનાર યુવાનો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા ટ્‌વીટરને રિટ્‌વીટ કર્યું છે કે, કાશ્મીરમાં પથ્થર ફેંકનાર લોકોને પાકિસ્તાન પેદા નથી કરતું પરંતુ તેમને જન્મ આપે છે. ખીણમાં ઉપસ્થિત ભારતીય સેનાના જવાન કાશ્મીરની સમસ્યાને જુદી જ રીતે જોતા કવિતા કૃષ્ણને પથ્થરબાજો પર પોતાના એક જૂના ટ્‌વીટર કરતાં લખ્યું છે કે, પથ્થર ફેંકનાર કાશ્મીરી યુવકોને પાકિસ્તાન જન્મ નથી આપતું પરંતુ આ કાશ્મીરી યુવક કાશ્મીરમાં ભારતીય સેનાના સશસ્ત્ર જવાનોની ઉપસ્થિતિના કારણે તેઓ જન્મે છે. કવિતા કૃષ્ણનના આ ટ્‌વીટ બાદ લોકોમાં રોષ ફેલાયો છે. ટ્‌વીટ પર પ્રતિક્રિયા આપતા બાલાજી સુબ્રમણ્યમ નામના યુઝરે લખ્યું છે કે તો હવે આપણે શું કરવું જોઈએ ? કાશ્મીરમાંથી સેનાને પરત બોલાવી લેવી જોઈએ. કાશ્મીર પાકિસ્તાનને આપી દેવું જોઈએ. નિશ્ચિતરૂપથી તમે તેનાથી ખુશ થશો. વિશાલ નામના યુઝરે લખ્યું છે કે, ખીણમાં જઈ બિચારા કાશ્મીરીઓ માટે રેલી કાઢો. ભારતના મોટા-મોટા શહેરોમાં રહી આપનો સમય કેમ વ્યર્થ કરી રહ્યા છો. અગાઉ કવિતા કૃષ્ણને આર્મી ચીફ બીપીન રાવતને ખુલ્લો પત્ર પણ લખ્યો હતો અને આર્મી ચીફને કાશ્મીરી યુવકોને સેનાના ઓપરેશન દરમિયાન દખલગીરી ન કરવાની ચેતવણીની આલોચના કરી હતી. કવિતા કૃષ્ણને લખ્યું હતું કે, ખીણમાં ભારતીય સેનાની ઉપસ્થિતિ અને તેમનો વ્યવહાર જ લોકોને સેનાની વિરૂધ કરી દે છે. કવિતા મુજબ ભારતે કાશ્મીર સમસ્યાનું રાજનૈતિક સમાધાન કરવું જોઈએ અને કાશ્મીરના લોકોનો વિશ્વાસ જીતવા માટે સૌથી પહેલા સેનાને કાશ્મીરથી પરત બોલાવી લેવી જોઈએ. તદુપરાંત કવિતાએ સેનામાં અમુક જવાનોના આપઘાત કરવા પર પણ સવાલ ઉઠાવ્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts