પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મોટો ફટકો શ્રીલંકાનો ટીમ મોકલવા ઈન્કાર

નવી દિલ્હી, તા.ર૮
આતંકવાદના મુદ્દે સમગ્ર વિશ્વથી અલગ પડી ગયેલા પાકિસ્તાનને ક્રિકેટમાં મોટો ફટકો પડ્યો છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે લાહોરમાં ઓક્ટોબરમાં બે ટવેન્ટી-ર૦ મેચ રમવાના પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રસ્તાવને ઠુકરાવી દીધો છે. પીસીબી અધ્યક્ષ શહરયારખાને કહ્યું કે, આ સપ્તાહની શરૂઆતમાં લાહોર આત્મઘાતી હુમલા બાદ શ્રીલંકન ક્રિકેટ અધિકારીઓએ પોતાની ટીમ મોકલવાનો ઈન્કાર કરી દીધો છે. શહરયારે કહ્યું કે મેં શ્રીલંકા ક્રિકેટ અધિકારીઓ સાથે આઈસીસી બેઠક દરમ્યાન વાત કરી હતી. મેં તેમને લાહોરમાં બે ટવેન્ટી-ર૦ મેચ રમવાનું આમંત્રણ આપ્યું હતું અને કહ્યું હતું કે, ત્યારબાદની મેચ યુએઈમાં રમાશે. તેમણે કહ્યું કે, શ્રીલંકા ક્રિકેટ અધિકારીઓએ તેમને આશ્વાસન આપ્યું હતું કે, હું શ્રીલંકાના ઈન્કારથી હેરાન છું કારણ કે આતંકવાદી હુમલા વિશ્વભરમાં થઈ રહ્યા છે પણ રમત અટકતી નથી. ફક્ત પાકિસ્તાનને સુરક્ષા કારણોસર અલગ કરવું ખોટું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks