પાકિસ્તાન ચૂંટણીઓ : પ્રચાર માટેના પોસ્ટરો પરથી મહિલા ઉમેદવારોના ચહેરા ગુમ

(એજન્સી) ઈસ્લામાબાદ,તા.ર૩
પાકિસ્તાનના વડાપ્રધાન પદ પર એક મહિલા રહી ચૂકી હોવા છતા દેશમાં ચૂંટણી અભિયાનમાંથી મહિલા ઉમેદવારોની તસવીરો ગાયબ છે. ટૂંક સમય પહેલાં એક ઉમેદવાર મેમુના હમીદના પ્રચારના પોસ્ટર બહાર પડ્યા જેમાંથી તેણીનો ચહેરો ગાયબ હતો. આ અંગે સામાજિક કાર્યકર્તા અને પત્રકાર રેહમ ખાને ટ્‌વીટર પર ટીકા કરી મહિલાઓના નેતૃત્વ અંગે પ્રશ્નો કર્યા હતા. આ પહેલાં તહરીક-એ-ઈન્સાફના ઉમેદવાર સૈયદા ઝહરા બસીત બુખારીના પોસ્ટર નજરે ચઢ્યા હતા. જેમાં તેણીના બદલે તેના પતિનો ચહેરો મૂક્યો હતો.
અહેવાલ મુજબ નોંધાયેલાં ૯૭ મિલિયન મતદારોમાંથી માત્ર ૪૩ મિલિયન મતદારો મહિલાઓ છે. ૧૮ વર્ષથી વધુ વયની ૧૦ મિલિયનથી વધુ મહિલાઓ છે. જેમને હજુ મતાધિકાર મળ્યો નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks