પાકિસ્તાન જેલમાં બંધ ઉનાના પાલડી ગામના માછીમારનો છેવટે છૂટકારો

ઉના, તા. ર૯
ઉના તાલુકાના પાલડી ગામે રહેતા દાનાભાઇ અરજણભાઇ ચૈાહાણ દરીયામાં માછીમારી કરવા ગયેલ હોય ત્યારે માછીમારી દરમિયાન મધદરીયે પાકીસ્તાન મરીન સિક્યુરીટી પોલીસ દ્વારા તા. ૨૬/૪/૨૦૧૭ના રોજ ઝડપાયેલ. દાનાભાઇને પાકિસ્તાન જેલમાં રાખવામાં આવેલ હતા. તે જેલમાં કેન્સરની ગંભીર બિમારીથી પીડીત હોય આ રોગ વધતો જતો હોવાથી તેમણે અન્ય માછીમારો પાકિસ્તાન જેલમાંથી મુક્ત થતા તેની સાથે આ વાત તેમના પત્ની રૂડીબેન દાનાભાઇ ચૈહાણને જાણ કરેલ હતી. ત્યારે પાલડી ગામના સરપંચએ ગીરસોમનાથ દ્વારા રાજ્યમંત્રી આર સી ફળદ્રુને તા.૨૨/૫/૨૦૧૮ના રોજ રજૂઆત કરતા જે સંદર્ભે મત્સ્યોદ્યોગ ખાતા દ્વારા ભારત સરકારના ગૃહ મંત્રાલયને રજૂઆત કરેલ. સરકાર દ્વારા પાકિસ્તાન સત્તાવાળાઓને આ બાબતની ગંભીરતાને ધ્યાને લઇ આકસ્મિક તબીબી સંજોગોને પ્રાધાન્ય આપવા અને માછીમાર દાનાભાઇ અરજણભાઇ ચૈહાણને તાત્કાલીક અસરથી મુક્ત કરવા કાર્યવાહી કરવામાં આવી હતી. ભારત ખાતે પરત તેમના વતન પાલડી ગામે આવનાર હોય માછીમાર પરીવારમાં ખુશી જોવા મળી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks