(એજન્સી) લાહોર, તા.૧૮
દિવાળી ભારતીય તહેવારોમાંથી એક મહત્ત્વપૂર્ણ તહેવાર છે જેને લઈને દેશવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. દેશભરમાં ખૂણે ખૂણે દિવાળીના દીવા ઝળહળતા હોય છે, પરંતુ ફક્ત ભારતમાં જ નહીં પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. પીએમએલ-એનના હિન્દુ સાંસદ ડો.રમેશ કુમાર વાંકવાને જણાવ્યું કે, હંમેશાની જેમ આ વખતે પણ અહીં દિવાળીની ઉજવણી જોરશોરથી કરવામાં આવી રહી છે. વાંકવાની અને પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓએ આ અવસરે બંને દેશો વચ્ચે મિત્રતાપૂર્ણ સંબંધોની ઈચ્છા વ્યક્ત કરી છે. વાંકવાને વધુમાં જણાવ્યું કે, દિવાળીનો પર્વ હંમેશા સૌ કોઈ માટે ખુશીનો સંદેશ લઈને આવે છે. અમને વિશ્વાસ છે કે, બંને દેશો વચ્ચેનો તણાવ દૂર થઈ જશે. રાજધાની પેશાવરમાં દિવાળી સમારોહમાં હિન્દુઓ સાથે મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને શીખ પણ સામેલ થાય છે. પાકિસ્તાનના હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તાર સિંઘમાં બજારો ધમધમી રહ્યા છે. પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓ આ તહેવાર ધામધૂમથી ઉજવે છે.