પાક.ના લાહોરમાં વરસાદે ૩૮ વર્ષનો રેકોર્ડ તોડ્યો,આઠ લોકોનાં મોત

(એજન્સી) લાહોર,તા.૪
પાકિસ્તાનના પંજાબ પ્રાંતના લાહોરમાં સતત પડી રહેલા વરસાદે ૩૮ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. લાહોરમાં ભારે વરસાદને કારણે આઠ લોકોના મોત નીપજ્યા છે અને પચાસ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.
લાહોરમાં દશ કલાકમાં ૨૮૦ મિલિમીટર વરસાદ નોંધાયો છે. જેને કારણે લાહોરની સડકો, મકાનો અને વાહનો પાણીમાં ડૂબેલા જોવા મળ્યા હતા. લાહોરના મુખ્ય માર્ગો પણ જળબંબાકાર છે.
મોલ રોડ પર વરસાદને કારણે એક વીસ ફૂટ ઊંડો ખાડો પડ્યો છે. આ ખાડો બસ્સો ફૂટ પહોળો છે. વરસાદને કારણે વિમાનોના આવાગમનને પણ અસર પહોંચી છે. લાહોરમાં દોઢસો ઈલેક્ટ્રિક ફીડર્સ ટ્રિપ થઈ જવાને કારણે શહેરમાં બ્લેકઆઉટની સ્થિતિ છે. આ પહેલા ૧૯૮૦માં લાહોરમાં ૨૦૭ મિલિમીટર વરસાદ નોંધાયો હતો. પાકિસ્તાનના હવામાન વિભાગ પ્રમાણે, લાહોર, ગુજરાનવાલા, રાવલપિંડી, ફૈસલાબાદ, સરગોધા, કોહટ, બન્નૂ, ડેરા ઈસ્માઈલ ખાન અને ડેરા ગાજી ખાનમાં બુધવાર અને ગુરુવારે ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks