(એજન્સી) ઈસ્લામાબાદ, તા.૧૪
પાકિસ્તાનના ચૂંટણી પંચે ગુરૂવારે પાકિસ્તાન તહરિક-એ-ઈન્સાફ પાર્ટીના અધ્યક્ષ ઈમરાનખાન વિરૂદ્ધ કોર્ટના તિરસ્કાર કેસ સંદર્ભે ધરપકડ વોરંટ જારી કર્યું હતું. ઈમરાનખાન સામે પીટીઆઈના એક નેતાએ કેસ દાખલ કર્યો હતો. જેની સુનાવણી પંચ કરી રહ્યો હતો. પંચ સમક્ષ હાજર રહેલ બાબરના વકીલે કહ્યું કે, ઘણી બધી નોટિસો છતાંય ઈમરાન હાજર રહેતો નથી. જો એ સરકારી સંસ્થાઓનો આદર કરતો હોય તો આજે એમણે અહીં હાજર હોવો જોઈએ. ઈમરાનના વકીલે જણાવ્યું કે, કોર્ટના તિરસ્કારનો કેસ હાઈકોર્ટની મોટી બેંચ સમક્ષ ચાલવાનો છે તે વખતે ઈમરાન હાજર રહેશે. વધુમાં ઈમરાન હાલ દેશ બહાર છે. જેથી હાજર રહી શક્યો નથી. ચૂંટણી પંચે ખાનને ગુરૂવારે હાજર થવા આદેશ કર્યો હતો અને જામીનલાયક ધરપકડ વોરંટ બહાર પાડ્યો હતો. પંચે જણાવ્યું કે, ખાને ૧ લાખનો સિક્યોરિટી બોન્ડ આપવાનો રહેશે. જેથી ધરપકડ ટાળી શકાય અને એમણે રપમી સપ્ટેમ્બરે અચૂક હાજર રહેવું પડશે. ગયા વર્ષે ચૂંટણી પંચે ખાન વિરૂદ્ધ તિરસ્કાર સંદર્ભે નોટિસ મોકલાવી હતી. એમણે પંચ ઉપર આક્ષેપો મૂક્યા હતા કે, વિદેશથી ભંડોળ મેળવવાના કેસમાં પંચ એમની સામે પૂર્વગ્રહ રાખી રહેલ છે. હાલના બાબર અવાન ખાનનો તિરસ્કાર કેસનો બચાવ કરનારા પાંચમાં વકીલ છે.