પાકિસ્તાનના ક્વેટામાં બોમ્બ બ્લાસ્ટ થતાં ૧૭નાં મોત, અનેક ઘાયલ

(એજન્સી) ઈસ્લામાબાદ, તા.૧૩
પાકિસ્તાનના ક્વેટા શહેરમાં શનિવારે ભયાનક બોમ્બ બ્લાસ્ટ થતાં આશરે ૧૭ લોકો મોતને ભેટ્યાં હતા. આ દુર્ઘટનામાં ર૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.
અતિ સુરક્ષિત વિસ્તાર પિશિનમાં આવેલ બસ સ્ટોપ નજીક એક પાર્કિંગમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. બલુચિસ્તાનના ગૃહમંત્રી મીર સરફરાજ બુગતીએ આ અંગે કહ્યું હતું કે આ સ્પષ્ટ છે કે બોમ્બ પાર્કિંગમાં ઊભેલા કોઈ વાહનમાં રાખવામાં આવ્યો હતો. તપાસ હાલ ચાલુ છે.
આશરે બે ડઝન ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક મીડિયા મુજબ ૧૭ મૃતદેહોને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે તેનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો. પાર્કિંગમાં બ્લાસ્ટ થયા બાદ આગની જ્વાળાઓમાં અન્ય વાહનોને પણ નુકસાન થયું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks