પાકિસ્તાનનો કોચ બનવા માટે રાજનૈતિક સંપર્કનો ઉપયોગ ન કરી શકું : સકલેન

કરાચી, તા.૧૭
પાકિસ્તાનના પૂર્વ ઓફ સ્પિનર સકલેન મુસ્તાકે દેશના ક્રિકેટ માળખાની ટીકા કરી. જેણે તેને સિનિયર ટીમના કોચિંગથી દૂર રાખ્યો છે. તેણે કહ્યું કે મને નથી ખબર કે એવા માળખામાં કેવી રીતે કામ કરૂં જ્યાં ભલામણ અને રાજનૈતિક સંપર્ક તમને કામ અપાવે છે. ઈસીબી સાથે સ્પિન સલાહકારના રૂપમાં કામ કરી રહેલા સકલેને કહ્યું કે અમુક લોકોએ મને સલાહ આપી હતી કે પીસીબી પાસેથી કામ મેળવવા માટે બોર્ડની ટીકા કરો અથવા પછી રાજનૈતિક સંપર્કનો ઉપયોગ કરો. તેણે કહ્યું કે હું આ ના કરી શકું. મારી યોગ્યતા, અનુભવ અને ક્રિકેટની પૃષ્ઠભૂમિ બધાની સામે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks