International

ઈમરાનખાને ‘ગૂગલી’ ફેંકી, ભારતે બે પ્રધાનો મોકલ્યા : પાક. પ્રધાન

ઈસ્લામાબાદ, તા.૩૦
ઈમરાન સરકારના ૧૦૦ દિવસ પૂરા થવાના અવસરે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું કે, કરતારપુર ઇવેન્ટ મૂળે ઈમરાન ખાનની ગૂગલી હતી. ખાસ વાત એ છે કે જ્યારે કુરેશી આ વાત કહી રહ્યા હતા ત્યારે ઈમરાનખાન કાર્યક્રમમાં આગળ બેઠા તેમની વાત સાંભળી રહ્યા હતા. ઈમરાનખાને ભલે કરતારપુર કોરિડોરના કાર્યક્રમમાં શાંતિ, દોસ્તી અને વિકાસની વાત કરી હતી પરંતુ ૨૪ કલાકમાં જ તેમના મંત્રીએ સ્પષ્ટ કરી દીધું કે, પાકિસ્તાનની અસલી ઈચ્છા શું છે. હસતાં-હસતાં પાક વિદેશ મંત્રીએ કહ્યું કે, તમે જોયું અને દુનિયાએ જોયું કે કાલે ઈમરાનખાને કરતારપુરની ગૂગલી ફેંકી અને તે ગૂગલીનું પરિણામ એવું આવ્યું કે જે હિન્દુસ્તાન મળવાથી કતરાતું હતું તેણે બે મંત્રીઓને મોકલવા પડ્યા. તેઓ પાકિસ્તાન આવ્યા. ગુરૂવારે ઈમરાન સરકારે લોકસભા ચૂંટણીમાં જીત બાદ પોતાના શરૂઆતના ૧૦૦ દિવસ પૂરા કરી દીધા. આ અવસરે કુરેશીએ ક્રિકેટમાં વપરાતા ટર્મ ગૂગલીનો ઉપયોગ કરતાં કહ્યું કે, ઈમરાને એક ગૂગલી નાંખી અને ભારતે બે મંત્રીઓને પાકિસ્તાન મોકલી દીધા.
કુરૈશીએ અફઘાનિસ્તાન બાદ ભારતને બીજું મહત્ત્વપૂર્ણ પડોશી બતાવ્યું. તેમણે કહ્યું કે, ઈમરાનખાને પાક પીએમ બનતાં જ ભારતની સાથે દોસ્તીનો હાથ લંબાવ્યો, પત્ર લખ્યો કે આવો સાથે મળીને વાત કરીએ. તેઓ (ભારતના પ્રતિનિધિ) ન્યૂ યોર્કમાં મળવા રાજી થયા હતા પરંતુ લાગે છે કે ત્યાંની (ભારત)નું રાજકારણ વચ્ચે આવી ગયું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    ૪,૧૧,૧૨ વર્ષના બાળકો : પોલીસ માટે પેલેટ્‌સગોળી છોડવા જેટલા મોટા થઇ ગયા છે

    પેલેટ્‌સ ગોળીનો ભોગ બનેલી ચાર વર્ષન…
    Read more
    International

    બેવડાં ધોરણ : અમેરિકા ઈરાન વિરૂદ્ધના ઈઝરાયેલી વળતા હુમલામાં મદદ નહીં કરે, પરંતુ તેને અધધધ નાણાં ભંડોળ આપશે

    (એજન્સી) તા.૧૫યુએસ અધિકારીઓના જણાવ્યા…
    Read more
    International

    ‘સાઇરનના અવાજો, ઘરેથી કામ કરવું અને ઊંઘ પૂરીથતી નથી’ : ઇઝરાયેલમાં કામ કરતા ભારતીયો ચિંતાતુર છે

    (એજન્સી) તા.૧પઈઝરાયેલ અને ઈરાન વચ્ચે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.