હાઉડી મોદી ! અમેરિકાએ ભારતને કહ્યું : કાશ્મીરમાંથી નિયંત્રણો ઉઠાવો, ચૂંટણીઓ યોજો, અટકાયતીઓને મુક્ત કરો, પાકિસ્તાન સાથે મંત્રણા કરો

(એજન્સી) ન્યૂયોર્ક, તા. ૨૮
સંયુક્ત રાષ્ટ્રની મહાસભાની બેઠકથી અલગ એક ખાસ બ્રિફિંગમાં અમેરિકાએ કાશ્મીર ખીણમાં સંચાર અને અવરજવર સામે લાદવામાં આવેલા નિયંત્રણો ઉઠાવવા માટે ઝડપી પગલા ભરવાનો ભારતને ખરેખર અનુરોધ કર્યો છે. વોશિંગ્ટને વહેલામાં વહેલી તકે કાશ્મીર ખીણમાં ચૂંટણીઓ યોજવા, અટકાયત હેઠળ રાખવામાં આવેલા લોકોને મુક્ત કરવા અને પાકિસ્તાન સાથે મંત્રણા શરૂ કરવાની નવી દિલ્હીને ટકોર કરી છે. ચીનમાં મુસ્લિમોની પરિસ્થિતિ અંગે ચિંતા નહીં વ્યક્ત કરવા કે અવાજ નહીં ઉઠાવવા બદલ અમેરિકા દ્વારા પાકિસ્તાનને આપવામાં આવેલા ઠપકાને ભારતીય મીડિયામાં ચગાવવામાં આવ્યો પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે અમેરિકાએ કાશ્મીર ખીણ અંગે ભારતને જે કહ્યું, તેના વિશે ભારતીય મીડિયામાં કોઇ અહેવાલ પ્રસિદ્ધ કરાયો નથી. વડાપ્રધાન નરેન્દ્રની ‘હાઉડી મોદી’ ઇવેન્ટથી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુનઃચૂંટણી ઝુંબેશ અસરકારક રીતે શરૂ થઇ ગઇ છે. હાઉડી મોદી ઇવેન્ટના થોડાક જ દિવસો બાદ વોશિંગ્ટન દ્વારા નવી દિલ્હીને કાશ્મીર વિશે કરવામાં આવેલી ટકોર કોઇ પણ સરકાર કે તેના વડાની સૌથી ખરાબ રાજદ્વારી નિષ્ફળતા હોઇ શકે છે. દક્ષિણ અને મધ્ય એશિયાની બાબતોના અમેરિકાના કાર્યકારી નાયબ વિદેશ પ્રધાન એલિસ વેલ્સે ન્યૂયોર્કમાં પત્રકારોને જણાવ્યું કે અમને આશા છે કે ભારત કાશ્મીર ખીણમાં અટકાયત કરાયેલાઓને મુકત કરવા અને નિયંત્રણો ઉઠાવી લેવા માટે ઝડપી પગલાં ભરશે. એલિસ વેલ્સે એવું પણ કહ્યું કે જો નવી દિલ્હી અને ઇસ્લામાબાદ રાજી થાય તો અમેરિકા કાશ્મીર મુદ્દા અંગે મધ્યસ્થતા કરવા માટે તૈયાર છે. જો બંને પક્ષકારો દ્વારા અનુરોધ કરવામાં આવશે તો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મધ્યસ્થતા કરવા તૈયાર છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts