(એજન્સી) ઈસ્લામાબાદ, તા.૩
પાકિસ્તાનના સેના પ્રમુખે આતંકવાદની જુદી-જુદી ઘટનાઓમાં સામેલ ૧ર આતંકવાદીઓને મૃત્યુદંડની સજાને મંજૂરી આપી દીધી છે. સેનાના મીડિયા વિંગ ઈન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન્સ તરફથી જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, પાકિસ્તાનના સૈન્ય વડા જનરલ કમર જાવેદ બાજવાએ દેશમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિમાં સામેલ અન્ય છ આતંકવાદીને સજાની પુષ્ટિ કરી છે. આ આતંકવાદીઓ સુરક્ષા દળો, નાગરિકો અને સરકારી એજન્સીઓ પર થયેલ હુમલાઓમાં સામેલ હતા. આ આતંકવાદી હુમલામાં આઠ સૈનિકો ર૬ નાગરિકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે ૧૩૩ લોકો ઘાયલ થયા હતા. આ આતંકવાદીઓ પશ્ચિમ-ઉત્તર ખૈબર પખ્તુનખ્વાં પ્રાંતમાં શિયા મસ્જિદ પરના હુમલામાં પણ સામેલ હતા.
Facebook
0
Twitter
0