‘‘પાકિસ્તાન ટેરરીસ્તાન છે’’ ભારતે યુનોમાં પાકિસ્તાનના વડાપ્રધાનને મજબૂત જવાબ આપ્યો

(એજન્સી) ન્યુયોર્ક, તા.રર
પાકિસ્તાનના વડાપ્રધાન શાહીદ ખકાન અબ્બાસીએ યુનોમાં કરેલા પ્રવચનમાં પાકિસ્તાન સામે આતંકવાદ ફેલાવવાનો આરોપ મૂકી ચેતવણી આપી હતી કે જો ભારત નિયંત્રણ રેખા પાર કરી પાકિસ્તાન સામે સિમિત યુદ્ધના સિદ્ધાંત પર કામ કરશે તો તેને એવો જ જવાબ મળશે. પાકિસ્તાનના વડાપ્રધાન અબ્બાસીના પ્રવચનનો જડબાતોડ જવાબ આપતાં યુનોમાં ભારતીય રાજદૂત ઈનમ ગંભીરે તેમના પ્રવચનમાં કહ્યું કે પાકિસ્તાન એક તરફ ત્રાસવાદનો ભોગ બન્યો હોવાની વાત કરે છે જ્યારે બીજી તરફ અલ-કાયદાના નેતા ઓસામા બિન-લાદેન અને મુલ્લા ઉમરને શરણ આપે છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન તેના ટૂંકા ઈતિહાસમાં આતંકનો પર્યાપ્ત બની ગયો છે. જે જમીનને પાક (પવિત્ર) બનાવાની હતી તે હવે વાસ્તવમાં આતંકની જમીન બની છે. પાકિસ્તાન હવે ટેરરીસ્તાન બની ગયું છે. પાકિસ્તાની આસપાસના પાડોશી દેશો તેની વિશ્વાસઘાતી, છેતરપિંડી નીતિથી પરિચિત બની ગયા છે. પાકિસ્તાનમાં હાફિઝ સઈદ જેવા આતંકવાદીઓ આતંકી પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે. વિશ્વ અને યુનો જાણે છે પાકિસ્તાનના વૈકલ્પિક દાવાઓથી વાસ્તવિકતા બદલાતી નથી. પાકિસ્તાન તેના ટૂંકા ઈતિહાસમાં આતંકનો પર્યાય બની ગયો છે. લશ્કરે તૈયબા જેવા પ્રતિબંધિત સંગઠનોએ રાજકીય પાર્ટી બનાવી છે. પાકિસ્તાનની ત્રાસવાદ અંગેની નીતિ બેવડી છે. વૈશ્વિક ત્રાસવાદીઓને તે શરણ આપે છે. આવા ત્રાસવાદીઓને સેનાની સુરક્ષા અપાય છે. પાકિસ્તાન ત્રાસવાદ ફેલાવે છે તેનો કોઈ ઈન્કાર કરી શકે નહીં. ભારતીય રાજદૂત ઈનમ ગંભીરે કહ્યું કે જમ્મુ-કાશ્મીર ભારતનો હંમેશા ભાગ રહ્યો છે તે પાકિસ્તાને સમજી લેવું જોઈએ. પાકિસ્તાન ક્રોસ બોર્ડર ટેરરીઝમથી કદી સફળ થવાનું નથી. રાજદૂતે કહ્યું કે અમે સાંભળ્યું છે કે પાકિસ્તાન કાઉન્ટર ટેરરીઝમ માટે પ્રયાસો કરે છે. ત્રાસવાદ સામે લડવા વિશ્વ દ્વારા મળતા અબજો ડોલર તે ત્રાસવાદી માળખા ઊભા કરવા પાછળ વાપરે છે. પાકિસ્તાનની ભૂમિ ખૂબ જ ઉંચી કક્ષાની ત્રાસવાદની ઈન્ડસ્ટ્રીઝ બની ગઈ છે. ભારતીય રાજદૂતે કહ્યું કે, પાકિસ્તાન ભારતમાં માનવ અધિકાર હનનની વાતો કરે છે પરંતુ તેની ભૂમિ પર માનવ અધિકાર જેવું કંઈ છે જ નહીં. ટેરરીસ્તાન (પાકિસ્તાન) એક એવો પ્રદેશ છે જે વિશ્વમાં ત્રાસવાદ ફેલાવવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પાકિસ્તાન બીજાને ત્યારે જ સલાહ આપી શકે છે જ્યારે તે પોતાના દેશમાં નાગરિક અધિકારો અને શાંતિ સ્થાપી શકે.

 

ઈનમ ગંભીર કોણ છે ?
ભારતના યુનો ખાતેના રાજદૂત ઈનમ ગંભીર ર૦૦પના ભારતીય વિદેશ સેવાના અધિકારી છે. તેમણે દિલ્હી યુનિ.માં હિન્દુ કોલેજમાં ગણિત સાથે ગ્રેજ્યુએશન કર્યું છે. પહેલાં તેઓ મેંડ્રીડમાં રાજદૂત નિમાયા હતા. સ્પેનિશ ભાષા શીખ્યા ત્યારબાદ આર્જેન્ટીના અને બ્રાઝિલમાં ભારતીય દૂતાવાસમાં કામ કર્યું. પછી ભારત પરત ફર્યા. વિદેશ મંત્રાલયમાં પાકિસ્તાન-ઈરાન-અફઘાનિસ્તાન બાબતો સંભાળી. તેઓ યુનોમાં ભારતીય રાજદૂત નિમાયા. તેઓ માત્ર જૂનિયર (આઈએફએસ) અધિકારી છે. છતાં તેમને સચિવ બનાવવા હતા. તેમણે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી સૌને દંગ કરી દીધા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks