પાકિસ્તાની ષડયંત્રની ટિપ્પણી બદલ વડાપ્રધાન માફી માગે : કોંગ્રેસની માંગણી

(એજન્સી) નવી દિલ્હી, તા.૧પ
કોંગ્રેસના સભ્યોએ રાજ્યસભાની બેઠક મુલતવી રાખવા દબાણો કર્યા હતા અને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. વડાપ્રધાન મોદીએ ગુજરાત ચૂંટણીસભામાં મનમોહનસિંગ વિરૂદ્ધ ટિપ્પણી કરી હતી જેના વિરોધમાં વિરોધ કરી રહ્યા હતા. શિયાળુ સત્રના પ્રથમ દિવસે જ સત્રને બે વખત મુલત્વી રખાયો હતો. શરૂઆતમાં ગૃહને ર૦ મિનિટ સુધી મુલતવી રખાયો હતો પણ પછીથી બપોરે રઃ૦૦ વાગ્યા સુધી મુલતવી રખાયો હતો. જેડીયુના સાંસદો શરદ યાદવ અને અલી અનવર અન્સારીને ગેરલાયક ઠરાવવાના વિરોધમાં વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો અને બીજી વખત વડાપ્રધાન મોદીની ટિપ્પણી વિરૂદ્ધ ગૃહ મોકૂફ રખાયો હતો. બપોર પછી જ્યારે ફરી સત્રની શરૂઆત થઈ અને પ્રશ્ન કાળ હાથ ધરાયો તે વખતે વિરોધ પક્ષના નેતા ગુલામનબી આઝાદે મોદીની ટિપ્પણીનો મુદ્દો ફરી રજૂ કર્યો જેમાં મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસી નેતાઓ પાકિસ્તાની અધિકારીઓ સાથે મળી ષડયંત્ર રચી રહ્યા છે. આઝાદે કહ્યું કે અમે નિયમ ર૬૭ હેઠળ નોટિસ આપી છે અને આ મુદ્દે ચર્ચાની માગણી કરી છે કારણ કે આ ગંભીર મુદ્દો છે. પૂર્વ વડાપ્રધાન, પૂર્વ સેનાધ્યક્ષ અને પૂૂર્વ રાજદૂતો સામે ગંભીર પ્રકારના આક્ષેપો મોદીએ મૂકયા છે જે ગંભીર છે. જેથી વિપક્ષોમાં ચિંતા ફેલાયેલ છે. અધ્યક્ષ વેંકૈયા નાયડુએ જણાવ્યું કે, સભા મોકૂફીની નોટિસ સ્વીકારાઈ નથી અને પ્રશ્નકાળ શરૂ કરવામાં આવે છે. જો કે, વિપક્ષી સભ્યોને સંતોષ થયું નહીં અને ફરી સૂત્રો પોકારવા લાગ્યા જેથી ગૃહને મુલતવી રાખયો.
આ બાબત ૧૦ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ
૧. સત્રની શરૂઆત પહેલાં મોદીએ બધા પક્ષોને કહ્યું હતંુ કે અમે બધા સાથે મળીને કામ કરીએ અને શિયાળુ સત્રને ઉપયોગી બનાવીએ. જે દેશ માટે પણ ઉપયોગી સાબિત થાય. શિયાળુ સત્ર આજે જ શરૂ થયો છે અને આગામી વર્ષની પમી સુધી ચાલશે. જેમાં ખૂબ જ મહત્ત્વના બિલો ઉપર ચર્ચા થવાની છે.
ર. લોકસભા શોક પ્રસ્તાવ પસાર કરી મુલતવી રખાઈ હતી. કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષના સભ્યોએ રાજ્યસભામાં હોબાળો મચાવ્યો હતો અને વડાપ્રધાન પાસેથી ખુલાસો અને માફી માંગવા દબાણો કરી રહ્યા હતા જે માગણી અધ્યક્ષ નાયડુએ અસ્વીકારી હતી.
૩. વિપક્ષો વડાપ્રધાનને જણાવી રહ્યા હતા કે એમણે મૂકેલ આક્ષેપોને એ પૂરવાર કરે અને જો સત્ય જણાય તો એમને સજા કરવામાં આવે.
૪. પણ જો એ ખોટા હોય અને ફકત ગુજરાતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી ધ્રુવીકરણ માટે કરાયા હોય તો એ બદલ મોદીએ ગૃહ અને દેશના લોકો પાસેથી માફી માંગવી જોઈએ.
પ. ડાબેરી નેતા ડી.રાજાએ કહ્યું કે જો મોદીને એ બાબતે શંકાઓ હતી તો એમણે ખાતરી કરવા મનમોહનસિંઘને બોલાવવા જોઈતા હતા પણ જે રીતે ચૂંટણી પ્રચારના સભ્યોમાં એમણે આક્ષેપો કર્યા છે અમને એનો વાંધો છે. લોકશાહી માટે આ સારું નથી.
૬. શાસક ભાજપના સભ્યોએ જણાવ્યું કે, વડાપ્રધાન માફી માંગે એ પ્રશ્ન જ નથી. જો કોઈને માફી માંગવી જોઈએ તો એ કોંગ્રેસ છે જેમણે આ પ્રકારની ગુપ્ત મીટિંગ પાકિસ્તાનીઓ સાથે યોજી છે. શું એવું થઈ શકે કે અરૂણ જેટલી એવા ભોજન સમારંભમાં જાય જેનું આયોજન મણિશંકર ઐયરે કર્યું હોય.
૭. મોટે ભાગે શિયાળુ સત્ર નવેમ્બરની મધ્યમાં યોજાય છે અને એક મહિનો ચાલે છે પણ હાલમાં એ ફકત ર૦ દિવસ ચાલશે જેમાં ૧૪ જ બેઠકો મળશે.
૮. ગયા શિયાળુ સત્રમાં ર૧ બેઠકો યોજાઈ હતી. આ સત્રમાં મહત્ત્વના રપ બિલો પડતર છે એની ચર્ચા કરવી છે ઉપરાંત ૧૪ નવા બિલો પણ છે.
૯. ગુરૂવારે ગુજરાતમાં ચૂંટણીઓ પૂર્ણ થયા પછી મોદીએ સર્વ પક્ષીય બેઠક બોલાવી હતી અને વિનંતી કરી હતી કે સત્ર સફળતા વિના અવરોધે ચાલે એવો પ્રયાસ સૌ કોઈએ કરવો જોઈએ. બધા મુદ્દાઓ ઉપર ચર્ચા કરીશું.
૧૦. પણ વિરોધ પક્ષની જુદી યોજના છે જે રીતે શાસક પક્ષે શિયાળુ સત્ર ટૂંકાવ્યું છે એ જ રીતે સરકારને ભીંસમાં લેવું. એમણે આક્ષેપો કર્યા કે ગુજરાતની ચૂંટણીઓના લીધે જ સત્ર મોડો શરૂ કરાયો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks