Gujarat

સાંથલી ડિસ્ટ્રી કેનાલમાં પુનઃ ગાબડું પડતાં ખેતરોમાં પાણી ફરી વળતાં પાકને નુકસાન

પાટણ, તા.ર૪
રાધનપુર તાલુકાના જાવંત્રી ગામ નજીકથી થતી સાંથળી ડીસ્ટ્રી કેનાલમાં ફરી એક વખત ગાબડું પડતા કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોમાં સરકાર સામે રોષ વ્યાપ્યો હતો. દુષ્કાળનો સામનો કરતા ખેડૂતોની રોજેરોજ તૂટતી નર્મદા કેનાલોને કારણે પડતા પર પાટુ જેવી હાલત બનવા પામી છે.
રાધનપુર તાલુકાના જાવંત્રી ચલવાડા મુખ્ય માર્ગને અડીને પસાર થતી સાંથળી ડીસ્ટ્રી કેનાલનું રીપેરીંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું. કેનાલ રિપેરીંગ કર્યા બાદ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું. કેનાલ રિપેરીંગ કરી પાણી છોડ્યાના અડતાળીસ કલાકમાં ફરી કેનાલ રિપેરીંગ કરેલ જગ્યાએ મસમોટું ગાબડું પડ્યું હતું. કેનાલમાં દસેક ફૂટનું ગાબડું પડતા કેનાલનું પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્રયું હતું. વારંવાર કેનાલ તૂટવાથી કેનાલનું પાણી ખેતરોમાં આવતા ખેડૂતોએ ખેતરમાં વાવેલ રવી પાકનું વાવેતર નિષ્ફળ ગયું હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. કેનાલ નવી બની ત્યારે પણ કેનાલના કામોમાં ગુણવત્તા જાળવવામાં આવી નથી. ગુણવત્તા વગર બનાવેલ કેનાલો તૂટે ત્યારે રિપેરીંગ કામ પણ બરાબર કરવામાં આવતું ના હોવાને કારણે કેનાલમાં પાણી આવે ત્યારે ગમે ત્યાંથી કેનાલમાં ગાબડા પડતા હોવાને કારણે નુકસાન ખેડૂતોને વેઠવું પડે છે.
અત્રે નોંધનીય છે કે રાધનપુર સાંતલપુર પંથકમાં બનાવેલ નર્મદા નિગમની કેનાલો રોજેરોજે તૂટવાને કારણે ખેડૂતો રોષે ભરાયા છે. કેનાલો બાબતે આ વિસ્તાર ચૂંટીને મોકલેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે મૌન ધારણ કરેલ હોઈ જાયે તો જાયે કહાં જેવી હાલત ખેડૂતોની બની જવા પામી છે. આ વિસ્તારના પ્રતિનિધિ તરીક કેનાલો બાબતે સરકારમાં કોઈ જ નક્કર રજૂઆતો કરવામાં ના આવતા રાધનપુર સાંતલપુર પંથકના ખેડૂતોને જાતે સરકાર સામે લડવાનો વારો આવ્યો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    CrimeGujarat

    કટ્ટરવાદી કાજલ શિંઘાળાએ મુસ્લિમ મહિલાઓ અને મુસ્લિમ સમાજ વિશે અશોભનીય બફાટ કરતા પ્રચંડ રોષની લાગણી

    મુસ્લિમ મહિલાઓની આબરૂ તથા અસ્મિતાનું…
    Read more
    CrimeGujarat

    વિદ્યાર્થીએ ટિકિટ માંગી તો કંડક્ટરે લોહીલુહાણ કર્યોલીંબડી બસ સ્ટેન્ડમાં એસટી બસના કંડક્ટરે વિદ્યાર્થીને માર મારતો વીડિયો વાયરલ

    વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થતાં…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.