અમદાવાદ, તા.૧
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જાહેર ઉમેદવારની સામે અન્ય પક્ષમાંથી અથવા અપક્ષ ઉમેદવારી નોંધાવનારા ભાજપના ર૪ કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગુજરાત ભાજપ પ્રદેશ મીડિયા સેલની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે વિધાનસભાની ચૂંટણીમાં પક્ષના સત્તાવાર ઉમેદવાર વિરુદ્ધ ઉમેદવારી નોંધાવનારા પ્રથમ તબક્કામાં ૧૪ અને બીજા તબક્કામાં ૧૦ મળીને કુલ ર૪ કાર્યકર્તાઓને પ્રદેશ અધ્યક્ષે તાત્કાલિક અસરથી પક્ષના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કર્યા છે.
Facebook
0
Twitter
0