પાલનપુરની નવાબીકાળની ઐતિહાસિક મીઠીવાવ તંત્રની ઉપેક્ષાને લઈ ખંડેર!

 (તસવીર : અખ્તર ચૌહાણ, પાલનપુર) પાલનપુર, તા.૪

પાલનપુર શહેર અંતર અને ફૂલોની નગરી સાથે ઐતિહાસિક મીઠીવાવ માટે પણ જાણીતું છે.પરંતુ પુરાતત્વ ખાતાની ઉપેક્ષાને કારણે આ ઐતિહાસિક વારસો ધૂળ ખાઈ રહ્યો છે. પાલનપુર શહેરના બહાદુર ગંજ  વિસ્તારમાં આવેલી આ  ઐતિહાસિક મીઠીવાવ છે કહેવાય છે કે આ વાવમાંથી નવાબી શાસન વખતે સમગ્ર પાલનપુર શહેરને મીઠંુ પાણી મળી રહેતું હતું. શહેરની ગલીમાં પ્રવેશ કરતાં જ મીઠીવાવ તો નજરે પડે છે પરંતુ આ મીઠીવાવમાં કોઈ પણ રીતે કાળજી લેવામાં આવી હોય તેવું નજરે નથી પડતું. વાવમાં નજર કરતાં ઠેર ઠેર કચરો જોવા મળી રહ્યો છે. તંત્રની બેદરકારીને પગલે કેટલીક કલાત્મક મૂર્તિઓ કેટલીક ખંડેર હાલતમાં છે તો કેટલીક ચોરાઈ ગઈ છે. ૧પમી ઓગસ્ટ ર૦૦૯ના રોજ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શહેરની મીઠીવાવની દયનીય સ્થિતિ જોઈને રૂપિયા ૨૫ લાખ આપવાની જાહેરાત પણ કરી હતી.પરંતુ જાહેરાત બાદ શું થયું? પૈસા ક્યારે આવ્યા? અને ક્યાં વપરાયા કોને આપ્યાને  તું રહી ગયો ? જેવો ઘાટ થયાની લોકચર્ચા છે. જો કોઈ પ્રવાસી મીઠીવાવની મુલાકાત લે તો તંત્રના ધજાગરા ઉડે તેવી પરિસ્થિતિ છે. જેને લઈને સ્થનિક લોકોને પણ નીચુ જોવાનો વારો આવે છે.મહત્વની વાત એ છે કે રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ આપવા છતાં કેમ કોઈ ખર્ચ આ વાવ પાછળ નથી કરાતો? જેને લઈને તંત્રની કામગીરી શંકાના ઘેરામાં છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks