પાલિતાણા ડિવિઝનમાં વીજ કંપનીના દરોડા : ૧૪.પ૬ લાખની વીજચોરી ઝડપાઈ

(સંવાદદાતા દ્વારા) પાલિતાણા, તા.૨૫
પાલિતાણા ડિવિઝન નીચે આવતા પાચ સબ ડિવિઝનમાં આજે વહેલી સવારથી એક્સ આમી પોલીસ બંદોબસ્ત સાથે વીજ ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં પાલિતાણા શહેરમાં ૧૦ ટીમ દ્વારા ચકિંગ હાથ ધરાયું હતું. તેમાં ૧૦૧ વીજ ચેકિંગ કરતા ૨૪ જેટલા કનેકશનમાં ગેરરીતિ માલૂમ પડે હતી. જેની કિંમત ૧,૯૩,૦૦૦ની વીજ ચોરી ઝડપાય હતી તેમજ પાલિતાણા રૂલરના ગામડાઓમાં ૧૦ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં ૧૫૦ વીજ કનેકશન ચેક કરાયા હતા તેમાંથી ૩૦ કનેકશનમાં ગેરરીતિ માલૂમ પડે હતી જેની કિંમત રૂા.૩,૩૭,૦૦૦ને ધોડીઠાળના ગામડાઓમાં ૮ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં ૧૫૯ વીજ કનેકશન ચેક કરાયા હતા. તેમાંથી ૨૨ કનેકશનમાં ગેરરીતિ માલૂમ પડે હતી જેની કિંમત રૂા.૨,૬૭,૦૦૦ને ગારિયાધાર શહેરમાં ૧૦ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં ૧૩૨ વીજ કનેકશન ચેક કરાયા હતા. તેમાંથી ૨૯ કનેકશનમાં ગેરરીતિ માલૂમ પડે હતી જેની કિંમત રૂા.૪,૧૫,૦૦૦ને ગારિયાધાર તાલુકાના ગામડાઓમાં ૯ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં ૧૨૫ વીજ કનેકશન ચેક કરાયા હતા. તેમાંય સગીથી ૨૪ કનેકશનમાં ગેરરીતિ માલૂમ પડે હતી. જેની કિંમત રૂા.૨,૪૪,૦૦૦ની પાવર ચોરી પકડાઈ હતી. કૂલ આ વીજ ચેકિંગમાં ૬૬૭ વીજ કનેકશન ચેક કરાયા હતા તથા જેમાંથી ૧૨૯ વીજ કનેકશનમાં ગેરરીતિ માલૂમ પડી હતી. જેની કૂલ કિંમત રૂા.૧૪,૫૬,૦૦૦ની પાવર ચોરી પકડાઈ હતી. આ વીજ ચેકિંગ આજે સવારે વહેલા ૪ કલાકથી સવારના ૯ વાગ્યા સુધી ચાલ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks