પાલિતાણા,તા.પ
આજ રોજ પાલીતાણામા ગુજરાત પવિત્ર યાત્રાધામના ગુજરાતના સુપ્રસિધ્ધ યાત્રા ધામોના સ્વચ્છતા અભિયાન અંતર્ગત જુદી જુદી કંપનીની ટુકડીઓ દ્વારા સફાઈ માટેનું આયોજન કરવામાં આવેલ જેમાં પાલીતાણામાં ઓલ સર્વિસ ગ્લોબલ પ્રાઈવેટ લિમિટ કંપનીને સફાઈ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં હાલ અત્યારે ખાસ રેલવે સ્ટે.થી તળેટી સુધીનો મેઈન રોડ પરના રસ્તાઓ સફાઈ કરવામાં આવે છે. આ કામગીરીને બિરદાવા પાલીતાણાના અને ભાવનગર જિલ્લાના ઉપાઅધ્યક્ષ ભરભાઈ રાઠોડ દ્વારા આ સફાઈ કરતા મજુર બહેનોનું અને સુપરવિઝન કરતા અલ્પેશભાઈનું કામ કરવાના ઓવર ટાઈમના સમયે એક મોમેન્ટો આપી એક વિશેષ સન્માન કરવામાં આવ્યું અને તમામ સફાઈ મજુર બહેનોને એક સાડી અને ફૂડ પેકેટસ આપવામાં આવ્યા હતા અને પાલિતાણાના તમામ દુકાનદારો પણ પોતાની દુકાન પાસે એક નાનુ ડસ્ટબીન મુકી આ સ્વચ્છ પાલિતાણા યાત્રાધામ બને અને હાથમાં સાવરણો લઈ ફોટા પાડવા કરતા આવા સફાઈ કરતા શ્રમિકોને પ્રોત્સાહન માન આપી તેમને બિરદાવા જોઈએ આવા કાર્યમાં સહયોગ આપીએ તેવી વિનંતી કરવામાં આવેલ.