National

પનામા પેપર્સ : નવા નામોમાં ટેલિકોમ કિંગ કપલનો પુત્ર સામેલ

(એજન્સી) નવી દિલ્હી, તા.૨૧
ભારત સહિત સમગ્ર વિશ્વમાં ભૂકંપ લાવનારા પનામા પેપર્સ લીક મામલે વધુ એક ખુલાસો થયો છે. આ ખુલાસામાં આશરે ૧૨ લાખથી વધુ દસ્તાવેજો સામે આવ્યા છે. જેમાંથી ઓછામાં ઓછા ૧૨,૦૦૦ લોકોની સંડોવણી ભારતીયો સાથે છે. દસ્તાવેજોમાં ઘણા ભારતીયોના નામ છે જેમાંથી એક મોટું નામ હાઇક મેસેન્જરના સીઇઓ કવિન ભારતી મિત્તલનું છે. કવિન ભારતી ટેલિકોમ કંપની ભારતી એરટેલના ફાઉન્ડર સુનિલ ભારતી મિત્તલના પુત્ર છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં ૨૦૧૬માં પણ ઇન્ડિયન એક્સપ્રેસ આંતરરાષ્ટ્રીય શોધખોળ પત્રકારોના સંગઠન આઇસીજે સાથે મળીને પનામા પેપર્સ અંગે મોટા ખુલાસા કરી દેશભરમાં ભૂકંપ લાવી ચુક્યું છે. જેમાં બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન સહિત ઘણા ફિલ્મી કલાકારો, રાજનેતાઓ અને વેપારીઓના નામ સામે આવ્યા હતા. પનામા પેપર્સ લીક મામલે નવા ખુલાસા થયા બાદ અમિતાભ બચ્ચન પણ ફરીવાર મુશ્કેલીમાં મૂકાયા છે. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર હવે નવા ખુલાસામાં એરટેલના માલિક સુનિલ મિત્તલના પુત્ર કવિન મિત્તલનું નામ પણ સામે આવ્યું છે. કવિન હાઇક મેસેન્જરના સીઇઓ છે. આ ઉપરાંત એશિયન પેઇન્ટ્‌સના પ્રમોટર અશ્વિન દાણીના પુત્ર જલજ દાણીનું નામ પણ દસ્તાવેજોમાં સામે આવ્યું છે. આ એવા લોકો છે જેમની વિદેશમાં કંપનીઓ હોવાનું સામે આવ્યું છે. આ લોકો માટે મોસેક કામ કરી રહી હતી. આ ઉપરાંત અન્ય દિગ્ગજોમાં પીવીઆર સિનેમાના માલિક વિજલી પરિવારનું નામ પણ સામે આવ્યું છે. ભારતમાં મલ્ટિપ્લેક્ષ સિનેમાના માલિક અજય બિજલી, તેમની પત્ની સેલેના અને પુત્ર આમેરે બનાવટી વિદેશી કંપનીઓના નામ સામે આવ્યા હતા. આમાં દિલ્હીની પ્રિયા એક્ઝિબિટર્સ પ્રાઇવેટ લિમિટેડનું નામ પણ સામેલ હતું. ઉલ્લેખનીય છે કે, જે લોકોના નામે વિદેશી કંપનીઓ છે તેમાં અમિતાભ બચ્ચનનું નામ પણ સામેલ છે. રિપોર્ટ અનુસાર ૨૦૧૬માં જે ખુલાસા થયા હતા તેમાં જણાવ્યું હતું કે, અમિતાભ બચ્ચન લેડી શિપિંગ લિમિટેડ અને ટ્રેઝર શિપિંગ લિમિટેડના નિર્દેશક છે. તેમને બ્રિટનના મિનવેરા ટ્રસ્ટે ૯૦ દિવસની નોટિસ મોકલી હતી. આ મામલે વધુ એક શી બલ્ક શિપિંગ કંપની લિમિટેડનું પણ નામ સામે આવ્યું છે. આ પહેલા પણ આ અંગે અમિતાભ બચ્ચનનું નામ સામે આવ્યું હતું અને આવકવેરા વિભાગ તેની તપાસ કરી રહ્યું છે. અમિતાભ બચ્ચન ઉપરાંત તેમની પુત્રવધૂ અને અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન, અભિનેતા અજય દેવગણનું નામ પણ એવા લોકોમાં સામેલ છે જેમને ઇડી નોટિસ મોકલવાની તૈયારી કરી રહ્યું છે. જો કે તપાસનો સામનો કરી રહેલા અમિતાભ બચ્ચને આવી કંપનીઓ સાથે કોઇ સંબંધ હોવાનો ઇન્કાર કર્યો છે. તેમણે કોઇ ખોટું કામ કરવાનો ઇન્કાર કર્યો છે. તેમણે કહ્યું કે, ભારતીય નિયમો અનુસાર જ વિદેશમાં નાણા મોકલ્યા છે. તેમણે પનામા પેપર્સમાં સામે આવેલી કંપનીઓ સાથે પણ કોઇ સંબંધ હોવાનો ઇન્કાર કર્યો હતો.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    રાજકોટ પછી દિલ્હીની હોસ્પિટલ સળગી, ૭ નવજાતનાં મોત

    દિલ્હીની વિવેકવિહારમાં આવેલી ન્યુ…
    Read more
    NationalPolitics

    ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

    રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
    Read more
    National

    બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

    (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.