પંચ મહોત્સવ અંતર્ગત બાઈક રેલીનું કલેકટરના હસ્તે પ્રસ્થાન

ગોધરા, તા.૧૬
પંચમહાલ જિલ્લા કલેક્ટર એસ.કે.લાંગાના હસ્તે બાઈક રેલીના પ્રસ્થાન સાથે પ્રવાસીઓ માટે લકઝરી સ્વીસ ટેન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ ટેન્ટ સીટી પાવાગઢના સાંનિધ્યમાં વડા તળાવ પાસે ઉભી કરવામાં આવી છે. જેમાં ૪૦ એ.સી. અને ૧૦ નોન એસી ટેન્ટ ઉભા કરવામાં આવ્યા છે.
પાવાગઢ તળેટીમાં આવેલા ચાંપાનેર ખાતે ઐતિહાસિક વારસો ધરાવતા અને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામેલા બેનમૂન સ્થાપત્યો આવેલા છે.
રાજ્યના પ્રવાસન નિગમના સહયોગથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગત વર્ષ-૨૦૧૫થી શરૂ કરવામાં આવેલા આ પંચમહોત્સવમાં હેરીટેજ વોક, પિલગ્રીમ ટુર, નેચરલ ટ્રેઇલ, એડવેન્ચર સ્પોર્ટસ, ફોટોગ્રાફી વર્કશોપ, એમ્યુઝમેન્ટ પાર્ક, ક્રાફટ બજાર, ફલી માર્કેટ, ફુડ બજાર, કલ્ચરલ ઇવનિંગ જેવી એક્ટીવિટીઓનું આ પંચમહોત્સવમાં આયોજન કરવામાં આવ્યું છે. ભાતીગળ સંસ્કૃતિ, સ્થાનિક વાનગીઓ, લોકલ હેન્ડીક્રાફટ દ્વારા સ્થાનિક બજારને ઉત્તેજન આપવામાં આવ્યું છે.
ટેન્ટ સીટીમાં લકઝરી સ્વીસ ટેન્ટમાં રહેવા સાથે બ્રેકફાસ્ટ, લંચ, ડીનર, કેમ્પ ફાયર સહિત હેરીટેજ વોક, પાવાગઢ રોપવે ટિકિટ, એડ્‌વેન્ચર સ્પોર્ટસ, પેરા મોટરીંગ, નેચર ટ્રેઇલ્સ, આસપાસના જોવાલાયક સ્થળોની સ્પેશ્યલ ટુર, કલ્ચર એક્ટીવીટી, મહેંદી વર્કશોપ જેવા એનક આકર્ષણો છે. આ ટેન્ટ સીટી તા.૧૫ જાન્યુઆરી-૨૦૧૭ સુધી ચાલશે. ટેન્ટ સીટીના બુકીંગ ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૫૩૨-૨૦૦૨ અને વેબ સાઇટ ુુુ.ટ્ઠહષ્ઠરદ્બટ્ઠર્રંજટ્ઠદૃ.ર્ષ્ઠદ્બ પરથી કરી શકાશે. જેમાં એક રાત્રિ બે દિવસ, બે રાત્રિ ત્રણ દિવસ જેવુ એકોમોડેશન કરી શકાશે.
ટેન્ટ સીટી ઉદઘાટન પ્રસંગે યોજાયેલા સમારોહમાં જિલ્લા કલેક્ટર પી. ભારથીએ જણાવ્યું હતું કે, પાવાગઢ-ચાંપાનેર ધર્મ સાથે કુદરતી સૌંદર્ય, સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો ધરાવે છે. ગુજરાત પ્રવાસન નિગમના સહયોગથી આ સ્થળ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સુખ્યાત થાય તે માટે આગવું આયોજન કરવામાં આવ્યું છે. પંચમહોત્સવ તા. ૩૧મી ડિસેમ્બર,૨૦૧૬ થી તા. ૦૪થી જાન્યુઆરી, ૨૦૧૭ દરમિયાન પાંચ દિવસનો યોજાશે.
પંચમહોત્સવ લેન્ડ માર્ક બની રહે તે માટે બધા જ પ્રકારની વ્યવસ્થા અહીં ઉભી કરવામાં આવી છે.આ પ્રસંગે અધિક કલેકટર એમ.એસ.ગઢવી,વેન સૌરંક્ષક અધિકારી ડોક્ટર અંશુમાન આરએન્ડ બી ના ભટ્ટ સહિત રમત અધિકારી સહિતના જિલ્લા ના અધિકારીઓ હાજર રહ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks