નાગપુર, તા.ર
હાર્દિક પંડયાને બેટિંગ ક્રમમાં ચોથા ક્રમે મોકલવાનો ભારતના કોચ રવિ શાસ્ત્રીનો નિર્ણય માસ્ટર સ્ટોક સાબિત થયો અને તેમનું માનવું છે કે વડોદરાનો આ ઓલરાઉન્ડર વિશ્વના કોઈપણ મેદાન પર સિકસર ફટકારી શકે છે. શાસ્ત્રીએ કહ્યું કે, હાર્દિક ખતરનાક ખેલાડી છે. તે બોલને ફટકારવામાં નિષ્ણાંત છે. ખાસ કરીને સ્પિનરો સામે ખૂબ જ સારી રીતે રમે છે. મેં તેના જેવો સ્પિનરોને રમનારો ખેલાડી જોયો નથી. યુવરાજસિંહ પોતાની કારકિર્દીની શરૂઆતના તબક્કામાં આવો જ હતો. આ લોકો વિશ્વના કોઈપણ મેદાન ઉપર ચોગ્ગા-છગ્ગા ફટકારી શકે છે.
બીજી બાજુ ભારતીય કપ્તાન વિરાટ કોહલીનું માનવું છે કે મેન ઓફ ધ સિરીઝ હાર્દિક પંડયા સિરીઝમાં ટીમ માટે સૌથી મોટી સિદ્ધિ છે. પસંદગીની દુર્વિધા મારા માટે કપ્તાન તરીકે સારો માથાનો દુખાવો છે કારણ કે અનેક ખેલાડીઓમાંથી સર્વશ્રેષ્ઠ ૧૧ની પસંદગી કરવી હંમેશા સારું હોય છે. તેણે કહ્યું કે, બુમરાહ અને ભુવનેશ્વરે ઉમદા બોલિંગ કરી બીજી બાજુ સ્ટીવ સ્મિથે કહ્યું કે, ભારતીય ટીમ જીતની હકદાર હતી. તેઓ અમારા કરતા સારું ક્રિકેટ રમ્યા.