વલસાડ જિલ્લામાં અનરાધાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં

(સંવાદદાતા દ્વારા) વાપી, તા.૧
વલસાડ શહેરમાં મોડી રાત્રે પડેલા ભારે વરસાદને કારણે વલસાડ પાલિકાના શાસકો પાલિકા કામગીરીની પોલ ખૂલી ગઈ છે. ભારે વરસાદને કારણે સુધાનગર, મોગરાવાડી, અબ્રામા, વલસાડ હાઈવે, વલસાડમાં આવેલા અંડરબ્રિજ, ગરીબ નવાઝ સોસાયટી તથા સમગ્ર શહેરમાં તમામ નાગરિકોને વહીવટી તંત્ર પરથીં ભરોસો ઉઠી ગયો છે. વલસાડ શહેરમાં અબ્રામા વિસ્તારમાં આવેલા પરિવારનાં ઘરોમાં પાણી ઘૂસી જતા વસતા લોકો કફોડી હાલતમાં આવી ગયા હતા. તા.૦૧/૦૭/૨૦૧૯ના રોજ સવારે ૬-૦૦ કલાકે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ઉમરગામ તાલુકામાં ૨૮૫ મી.મી., કપરાડા તાલુકામાં ૧૪૯ મી.મી., ધરમપુર તાલુકામાં ૧૬૪ મી.મી., પારડી તાલુકામાં ૨૫૩ મી.મી., વલસાડ તાલુકામાં ૩૩૬ મી.મી. અને વાપી તાલુકામાં ૩૫૭ મી.મી. વરસાદ નોંધાયો છે.
મોસમના કુલ વરસાદની વિગત જોઇએ તો ઉમરગામ તાલુકામાં ૫૧૩ મી.મી., કપરાડા તાલુકામાં ૫૫૮ મી.મી., ધરમપુર તાલુકામાં ૪૫૪ મી.મી., પારડી તાલુકામાં ૫૪૪ મી.મી., વલસાડ તાલુકામાં ૫૭૭ મી.મી. અને વાપી તાલુકામાં ૬૬૮ મી.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે તા.૦૧લી જુલાઇ, ૧૯ના રોજ સવારે ૦૬-૦૦ થી ૪-૦૦ વાગ્યા સુધીમાં ઉમરગામ તાલુકામાં ૬૯ મી.મી., કપરાડા તાલુકામાં ૨૫ મી.મી., ધરમપુર તાલુકામાં ૦૪ મી.મી., પારડી તાલુકામાં ૧૨ મી.મી., વલસાડ તાલુકામાં ૦૨ મી.મી. અને વાપી તાલુકામાં ૬૯ મી.મી. વરસાદ નોંધાયો હોવાનું જિલ્લા ફલડ કંટ્રોલ રૂમ દ્વારા જણાવાયું છે.
પાલઘર પાસે રેલવે ટ્રેક ઉપર થીં ભારે વરસાદને કારણે ટ્રેક ધોવાઇ ગયો હતો અને તેને કારણે સુરત થીં મુંબઈ જતી ટ્રેનો મોડી ચાલી હતી અને જો વરસાદ નું પ્રમાણ ભયજનક રીતે આગળ વધે તો ટ્રેનો રદ કરવામાં આવશે અથવા રેલવે સ્ટેશનોએ થોભાવી દેવામાં આવશે.
વાપી શહેર માં પણ ભારે વરસાદને સતત ચાલુ રહેતા નોકરિયાતોનું, નોકરી લારી ગલ્લા વાળા, કંપની નાં કામદારો નાં રોજીંદા જીવનમાં કામગીરી કરવામાં મુશ્કેલી પડી રહી છે.શહેરના તમામ રસ્તાઓ સહિત વાપી ચાર રસ્તા, દમણ રોડ ઓવરબ્રિજ, ગુંજન વિસ્તારમાં, ઈમરાન નગર, રેલવે સ્ટેશન રોડ,ચલા રોડ તમામ રસ્તાઓ ટ્રાફિક જામ સર્જાયાં હતાં અને વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિક જામ માં ફસાઈ ગયા હતા.વાપી રેલવે ગરનાળા પાણીમાં ડૂબી ગયા હતા.ખરાબ રસ્તાઓ ને કારણે નાગરિકો નાં વાહન ચાલકો ખાડાઓમાં ફસાયા હતા.
ઉમરગામ તાલુકામાં સંજાણ ,ભીલાડ , કપરાડા તાલુકામાં, પારડી તાલુકાના ગામોમાં , ધરમપુર તાલુકાના , વલસાડ તાલુકાના ગામોમાં , તથા આહવા વઘઇ ડાંગ તાલુકાના ગામોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં તથા અંબિકા નદી, પુર્ણા નદી, દમણગંગા નદી,મધુબન ડેમની સપાટી, વણજારા નદી તથા અન્ય નદીઓ જળાશયોમાં પાણીની આવક ચાલુ થઈ ગઈ છે અને વલસાડ જિલ્લા કલેકટર સી.આર.ખરસાણ ની દોરવણી હેઠળ ટાસ્કફોરસ તથા વહીવટી તંત્ર દ્વારા કાંઠે આવેલા ગામો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને પુરની સ્થિતિ માં તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં તેવી તકેદારી રાખવામાં આવી છે.
વલસાડ જિલ્લામાં આવેલા ઉમરગામ તાલુકાના સંજાણ પાસે મિઠવેરા ગામ નાં આસપાસ વિસ્તારમાં વારોલી નદી માં મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે આવેલ પુરને કારણે ચેકડેમ ભરાયા છે અને સરકારી તંત્ર ની બેદરકારી ને કારણે આસપાસ કંપની દ્વારા બનાવાયેલ દિવાલો ને લીધે પાણી નાં નિકાલ માટે કોઈ આયોજન ન હોવાથી ગામ નાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે અને ગ્રામ્યજનો પુર ની હાલત માં આવી ગયા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks