Gujarat

ખંભાતના રોહિણી ગામમાં જળસંકટ કૂવાનું ડહોળુ પાણી પીવા લોકો મજબૂર

(સંવાદદાતા દ્વારા)
આણંદ,તા.૬
આજે જ્યારે રાજય સરકાર દ્વારા ગુજરાત હરણફાળ ભરી રહ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે,અને બેટી બચાવો બેટી પઢાવોનો પ્રચાર કરી રહ્યું છે, ત્યારે બેટીઓને શાળામાં જતા પહેલા ઘરમાં પીવાનાં પાણી લાવવા માટે કુવા ઉલેચવા પડે છે,અને કુવાની ગરગડી પર બાળપણ વેડફાઈ રહ્યું છે, વાત છે આણંદ જિલ્લાનાં છેવાડાનાં ભાલ પંથકનાં ગામ ખંભાત તાલુકાનાં રોહીણી ગામની જયાં છેલ્લા ઘણા વર્ષોથી પીવાનાં પાણીની સમસ્યા સર્જાઈ છે,અને મહિલાઓને ગામનાં પાણીનાં કુવા પર જઈ પાણી ભરવું પડે છે,અને વેકેશનમાં રમવાનાં બદલે બાળાઓએ કુવા ઉલેચવા પડે છે.ત્યારે ગામમાં પીવાનાં પાણીની હાડમારી માટે મહિલાઓ અને બાળાઓને ભારે પાણી સંગ્રામ કરવો પડી રહ્યો છે.
ભાલીયા ઘઉંનાં કારણે જાણીતો પ્રદેશ એટલે ભાલ પંથક ખંભાતમાં અખાત હોવાનાં કારણે અહિયા ભુગર્ભ જળ ખારા હોઈ પીવાનું મીઠુ પાણી પરીયેજ અને કનેવાલ પાણી પુરવઠા જુથ યોજના પર ગ્રામીણોએ આધાર રાખવો પડે છે,પરંતુ પાણી પુરવઠા યોજનાનાં અધિકારીઓની બેદરકારીનાં કારણે અનેક ગામો પીવાનાં પાણીની હાડમારી ભોગવી રહ્યા છે.
ખંભાત તાલુકાનાં રોહીણી ગામને પુરુ પાડતી પરીએજ જુથ પાણી પુરવઠા યોજનાની પાઈપ લાઈનો અનેક જગ્યાએ તુટી ગયેલી હોઈ પાણી ગામ સુધી પહોંચતું નથી,પાણી પુરવઠા તંત્રનાં સરકારી બાબુઓની બેદરકારીનો ભોગ બની છે.રોહીણી ગામની મહિલાઓ અને જેનાં કારણે ગામની મહિલાઓને પીવાનું પાણી કુવામાંથી ભરવા માટે માથે બેડા લઈને રઝળપાટ કરવો પડે છે,અને નાની નાની બાળાઓ તેમજ વૃદ્ધાઓને પણ પીવાનાં પાણી માટે હડીયાપાટ કરવી પડે છે.
મહત્વની વાત તો એ છે કે ગ્રામજનોને વાપરવાનાં તેમજ પીવા માટેનાં પાણી માટે પણ આ કુવા પર નિર્ભર રહેવું પડે છે,કુવાનાં થાલા પર મહિલાઓ કપડા ધુવે છે, અને તે જ કુવામાંથી પાણી ખેચીને બેડાઓમાં ભરીને ધરે લઈ જાય છે,અને આ પાણી પશુઓને પીવડાવવા માટે તેમજ પોતે પીવા માટે પણ વાપરે છે.
ચાર હજારની વસ્તી ધરાવતા રોહીણી ગામમાં મહિલાઓને પીવાનું પાણી પીવા તેમજ પશુઓ માટેનું પાણી ભરવા માટે દિવસમાં ત્રણથી ચાર કલાક બગાડવા પડે છે,આ અંગે ગાંમની વિરંજનાએ એ કહ્યું હતું કે ચુંટણી સમયે નેતાઓ આવે છે અને પાણીની સમસ્યાને હલ કરવાનાં વચનો આપી ચાલ્યા જાય છે.પરંતુ ત્યારબાદ આ સમસ્યાનો અંત આવતો નથી,
રોહીણી ગામની ૪ હજારની વસ્તી છે,અહીયાં પરીયેજ જુથ પાણી પુરવઠા યોજના અંતર્ગત ધેર ધેર પીવાનાં પાણીનાં નળ તો લગાવ્યા છે,પરંતુ તેમાં વર્ષોથી પાણી આવતું જ નથી,જેનાં કારણે પીવાનાં પાણીનાં આ નળ શોભાનાં ગાંઠીયા સમાન બની ગયા છે,અને ગ્રામજનોને પીવાનું પાણી ગામનાં તળાવ પાસેનાં કુવા પર આધાર રાખવો પડે છે.ગામનું તળાવ સુકુ ભઠ થઈ ગયું છે.જેને લઈને ગ્રામજનો દ્વારા પીવાનું પાણી તેમજ ધર વપરાસ અને પશુઓ માટેનું પાણી પણ કુવામાંથી ખેચવું પડે છે.
આ અંગે ગામનાં સરપંચ કાંતીભાઈએ જઁણાવ્યું હતું કે છેલ્લા ધઁણા વર્ષોથી ઉનાળામાં પીવાનાં પાણીની સમસ્યા સર્જાય છે,તેમજ ગ્રામજનોને પુરતા ફોર્સ સાથે પીવાનું પાણી મળે તે માટે પરીયેજ જુથ પાણી પુરવઠા યોજનાનાં અધિકારીઓ સમક્ષ પણ રજુઆતો કરવામાં આવી છે, તેમ છતાં અધિકારીઓ દ્વારા પાણીની સમસ્યા અંગે ધ્યાન આપવામાં આવતું નથી જેનાં કારણે ગ્રામજનોને કુવા પરથી પાણી ભરવું પડે છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  GujaratHarmony

  ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

  માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
  Read more
  Gujarat

  વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

  શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
  Read more
  CrimeGujarat

  સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

  પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.