Ahmedabad

પાંજરાપોળ નજીક ડમ્પરની ટક્કરે એક્ટિવા સવાર મહિલા મોતને ભેટી

અમદાવાદ, તા.૧૦
શહેરના આંબાવાડી વિસ્તારમાં પાંજરાપોળ પાસે થોડા દિવસ પહેલાં જ બીઆરટીએસ બસની ટક્કરે બે સગાભાઇઓનાં મોત નીપજ્યા હતા એ જ વિસ્તારમાં આજે પોતાના પતિ સાથે એક્ટિવા પર જઇ રહેલી મહિલાને એક ડમ્પર ચાલકે અડફેટે લેતાં મહિલાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. બનાવ બાદ નાસી છૂટેલા ડમ્પર ચાલકને પોલીસે આગળના સિગ્નલ પાસેથી ઝડપી લીધો હતો. અમદાવાદ શહેરમાં દિવસેને-દિવસે અકસ્માતો વધી રહ્યા છે, આજે ૨૦ દિવસમાં જ પાંજરાપોળ ચાર રસ્તા પાસે બીજો અકસ્માત થયો છે. આ અકસ્માતમાં એક ડમ્પરચાલકે એક્ટિવા પર જઇ રહેલા પતિ-પત્નીને અડફેટે લીધા હતા, જેમાં એક્ટિવા પરથી જમીન પર પટકાયા બાદ ડમ્પરનું ટાયર મહિલા સુભદ્રાહેન ચોકસીના માથા અને શરીરના અન્ય ભાગે ફરી વળતાં તેમનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરૂ ઊડી ગયું હતું. જો કે, આ ગંભીર અકસ્માતમાં પતિનો આબાદ બચાવ થયો હતો. મહિલાના મોતને લઇ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર અને અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. લોકોનાં ટોળેટોળા ઘટનાસ્થળે એકત્ર થઇ ગયા હતા. બીજીબાજુ, અકસ્માત કર્યા બાદ નાસી છૂટેલા ડમ્પર ચાલકને આગળના સિગ્નલ પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગત ૨૧ નવેમ્બરના રોજ પાંજરાપોળ ચાર રસ્તા પાસે બીઆરટીએસની બસે બાઈક ચાલકને અડફેટે લેતાં બે સગાભાઈઓનાં મોત થયા હતા. આ મોત સમગ્ર શહેરમાં બીઆરટીએસ બસ અને શહેરમાં વધી રહેલા અકસ્માતોને લઈ શહેરીજનોમાં રોષ ફાટી નીકળ્યો હતો. પાંજરાપોળ પાસે અકસ્માતોની સંખ્યા હવે વધતી જતી હોઇ સ્થાનિક લોકોએ પણ યોગ્ય પગલાં લેવા સત્તાવાળાઓને અનુરોધ કર્યો છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadReligion

    જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

    મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
    Read more
    AhmedabadSports

    રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

    અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
    Read more
    AhmedabadSports

    અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.