(સંવાદદાતા દ્વારા) અંકલેશ્વર, તા.૧૦
પાનોલી જીઆઈડીસીમાં આવેલ એન.જે.એગ્રોકેમ કંપનીમાં વહેલી સવારે અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર પાસેની પાનોલી જીઆઈડીસીમાં આવેલ એન.જે.એગ્રોકેમ કંપનીમાં વહેલી સવારે અચાનક કોઈ કારણોસર આગ ફાટી નીકળતા કામદારોમાં નાશભાગ મચી જવા પામી હતી. આ આગની જાણ કંપનીના સંચાલકોને થતાં તેઓ દોડી આવી તાત્કાલિક પાનોલી નોટીફાઈડ ફાયર સ્ટેશનમાં જાણ કરતા બે જેટલા ફાયર ટેન્ડર સાથે ફાયટરો દોડી આવી પાણીનો છંટકાવ કર્યો હતો. જો કે, ફાયર બ્રિગેડ દ્વારા ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ પર કાબૂ મેળવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. જો કે કંપનીના પ્લાન્ટને મોટું નુકસાન થવા પામ્યું હતું.
Facebook
0
Twitter
0