અમરેલીની શેત્રુંજી નદીમાંથી રેતી ઉપાડવાની મંજૂરી આપવા ધાનાણીની માંગ

અમરેલી, તા. ર
અમરેલી જિલ્લા નજીક પસાર થતી શેત્રુંજી નદીમાં બારેમાસ રેતીનો ભરાવો થાય છે. જેથી આજુબાજુ નદીના કાંઠા વિસ્તારમાં સને ર૦૧પમાં આવેલ પુર હોનારત સમયે પાણી અને રેતી, ખેતીના જમીન તથા રહેણાંક વિસ્તારમાં ફરી વળતાં લોકોને જાન-માલનું કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું હતું. ખેતીની જમીનની ફળદ્રુપતા નાશ પામી હતી. આવું ફરી વખત નુકસાન થતું અટકાવવા માટે આ શેત્રુંજી નદી ઊંડી કરવી ખૂબ જરૂરી છે, જેથી આ નદીમાંથી રેતી ઉપાડવાની મંજૂરી આપવામાં આવે તો નદીની ઉંડાઈ વધશે. પાણીને વહેવા માટે જગ્યા વધશે તો પુર હોનારત સમયે નદીના કાંઠાના ગ્રામ્ય લોકોને નુકસાની પણ ઓછી થશે.
ઉપરાંત હાલમાં આ શેત્રુંજી નદીમાંથી રેતી ઉપાડવાની બંધ હોવાથી સરકારને કરોડો રૂપિયાની ખનીજ આવક બંધ થયેલ છે. તે પણ આવક શરૂ થાય તો વિકાસના કામોને વેગ મળી શકશે.
હાલમાં શેત્રુંજી નદીમાંથી રેતી ઉપાડવાની બંધ હોય, આજુબાજુ અનેક ગામોમાં બાંધકામ તથા વિકાસ કામોમાં અડચણ હોય, અમરેલી જિલ્લામાં વિકાસના કામો બંધ થયેલ છે આ કામ સાથે સંકળાયેલ હજારો મજદૂરોને રોજી રોટીનો પ્રશ્નો ઉભો થયેલ છે તે પ્રશ્ન હલ થાય અને ગરીબ મજૂરોને રોજીરોટી મળતી થાય તેમ છે. ત્યારે તંત્ર તાત્કાલિક રેતી ઉપાડવા માટેના નિયંત્રણો દૂર કરે તેવી માગણી કરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks