પ્રસુતિ વેળા શીશુનું મોત નિપજતાં પરિવારજનોનો હોબાળો

ડીસા, તા.પ
ડીસા શહેરમાં આવેલ હોસ્પિટલમાં એક બાળકનું પ્રસુતિ દરમ્યાન મોત થતા પરિવારજનોએ ભારે હંગામો મચાવ્યો હતો.
બનાવની વિગત અનુસાર કૌશલ્યાબેન નરેશભાઈ પઢીયાર લગ્ન જીવનમાં એક પુત્ર અને પુત્રીનો જન્મ થયો હતો. ત્યારે ફરી એકવાર પોતાના ઘરે બાળકના જન્મની આશા બંધાઈ હતી. ડીસામાં આવેલ જાગૃતિ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉ. રમેશ વારડે પાસે દવા શરૂ કરી હતી. કૌશલ્યબેનને નવ મહિના પુરા થતા ગતરોજ સવારે પેટમાં દુઃખાવો ઉપાડતા તેમને તાત્કાલિક ડૉ. રમેશ વારડેને ત્યાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સાંજ સુધી તેમની સારવાર કરવામાં આવી હતી પરંતુ મોડે તેમની હાલત વધુ ગંભીર જણાતા તેમને ડોક્ટર દ્વારા વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલ લઈ જવા માટે પરિવારજનોને કહેવામાં આવતા પરિવાર જનો દ્વારા કૌશલ્યાબેનને અન્ય હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રસુતિ દરમ્યાન પોતાના પેટમાં રહેલ બાળકનું મોત થયું હતું. જ્યારે કૌશલ્યાબેનની તબિયત બગડતા વધુ સારવાર અર્થે મહેસાણા ખસેડવામાં આવ્યા છે. આ બનાવ બનતા પરિવારજનોએ જાગૃતિ હોસ્પિટલ આગળ મોડે સુધી હંગામો મચાવ્યો હતો. જે બાદ પોલીસે આવી મામલો થાળે પાડ્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts