Ahmedabad

મોલ-મલ્ટીપ્લેક્સ હવેથી પાર્કિંગ ચાર્જ નહીં વસૂલી શકે : હાઈકોર્ટ

અમદાવાદ,તા.૧૦
ગુજરાત હાઈકોર્ટે પાર્કિંગ ચાર્જ ઉઘરાવવા મામલે મોલ અને મલ્ટીપ્લેક્સને ઝાટકો આપ્યો છે. હાઇકોર્ટના ચુકાદા પ્રમાણે, મોલ અને મલ્ટીપ્લેક્સ હવેથી ગ્રાહકો પાસેથી પાર્કિંગ ચાર્જ લઇ શકશે નહીં. પરંતુ જો કોઇ મોલ કે મલ્ટીપ્લેક્સના સંચાલકો ગેરકાયદેસર રીતે લોકો પાસેથી ચાર્જ લેતા ઝડપાશે તો કોર્પોરેશન અને રાજ્યની પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી શકશે. પાર્કિંગ ચાર્જ મામલે હાઈકોર્ટ ખંડપીઠનો મહત્વનો નિર્ણય લીધો છે. હવે જો કોઇ ગ્રાહક પાસેથી પાર્કિંગના રૂપિયા લીધા તો સંચાલકો સામે કોર્પોરેશન, પોલીસ કાર્યવાહી કરી શકશે. છેલ્લા એક વર્ષથી મોલ સંચાલક અને સરકાર વચ્ચે લડાઈ ચાલી રહી હતી. ત્યારે મોલ માલિકોએ પાર્કિંગ ચાર્જ વસુલવાની સત્તાનો જવાબ રજૂ કર્યો હતો. સંચાલકોએ પોલીસ કમિશનરને મળેલી સત્તાને પણ પડકારી હતી. આ કેસ વિશે જણાવીએ કે, ગત વર્ષના ઓક્ટોબરમાં મોલ અને મલ્ટિપ્લેક્સમાં પાર્કિંગ ચાર્જ લેવા બાબતે સુનાવણી કરતા ગુજરાત હાઇકોર્ટે મોલ અને મલ્ટિપ્લેક્સને પાર્કિંગ ચાર્જ વસૂલ કરવાની પરવાનગી આપી કામચલાઉ રાહત આપી હતી. જોકે, હાઇકોર્ટે એવું પણ કહ્યું હતું કે પ્રથમ કલાક માટે પાર્કિંગને ફ્રી રાખવું પડશે. ત્યાર બાદ જ ચાર્જ વસૂલ કરી શકાશે. એક કલાક બાદ ટુ-વ્હીલર માટે રૂા.૨૦ અને ફોર વ્હીલર માટે રૂા.૩૦ પાર્કિંગ ચાર્જ ચુકવવો પડશે. ગત વર્ષે પાર્કિંગ મામલે હાઇકોર્ટના આદેશ બાદ રાજ્યભરમાં તંત્ર દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં મોલ-મલ્ટિપ્લેક્સ, હોસ્પિટલ સહિતના એકમો દ્વારા જો તેની મુલાકાત લેનાર ગ્રાહકોને મફત પાર્કિંગની વ્યવસ્થા આપવા માટે નિર્દેશ આપ્યો હતો. જે અનુસંધાને પણ મોલ-મલ્ટિપ્લેક્સ દ્વારા આ પ્રકારે ચાર્જ વસુલવા સામે રોક લગાવી હતી. તેમજ ચાર્જ લેનાર પર કાર્યવાહી પણ હાથ ધરાઈ હતી. આ દરમ્યાન કેટલાક મોલ-મલ્ટીપ્લેક્સ સંચાલકો દ્વારા હાઇકોર્ટ સમક્ષ પિટિશન કરી એવી રજૂઆત કરી છે કે, તેઓ પાર્કિંગમાં વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. ત્યારે તેઓ પાર્કિંગ માટે ચાર્જ વસૂલી શકે છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadGujarat

    વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

    રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
    Read more
    Ahmedabad

    અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચતા જ ATSએ તેમની કરી ધરપકડISIS સાથે સંકળાયેલ શ્રીલંકાના ચાર શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી લેવાયા

    ATSના ડીવાયએસપીને ૧૮ મેએ બાતમી મળ…
    Read more
    AhmedabadGujarat

    માવઠાના માર બાદ અગનભઠ્ઠીમાં શેકાયું ગુજરાત : સુરેન્દ્રનગરમાં પારો ૪૪.૭ ડિગ્રી

    ડીસામાં ૪૪.૪, અમદાવાદમાં ૪૪.ર અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.