પારલે બિસ્કિટ કંપની કહે છે કે, વેચાણમાં મંદીના કારણે તે ૮થી ૧૦ હજાર કર્મચારીઓની છટણી કરશે

નવી દિલ્હી,તા.૨૧
દેશની સૌથી મોટી બિસ્કિટ કંપની પાર્લે પ્રોડકટ્‌સ પણ તેના ૮થી ૧૦ હજાર કર્મચારીઓની છટણી કરે તેવી શકયતા છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે જો આ રીતે જ વપરાશમાં મંદી યથાવત રહેશે તો તેને કર્મચારીઓને કાઢવા પડશે. કંપનીએ કહ્યું કે આ મંદી એ વાતનો સંકેત આપી રહી છે કે અર્થવ્યવસ્થા યોગ્ય ટ્રેક પર ચાલી રહી નથી. રિપોર્ટ મુજબ, કંપનીએ કેટેગરી હેડે કહ્યું કે અમે સરકારને અપીલ કરી હતી કે ૧૦૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામથી ઓછી કિંમત પર વેચાનાર બિસ્કિટ પર લાગતો જીએસટી ઘટાડવામાં આવે. આ બિસ્કિટ સામાન્ય રીતે ૫ રૂપિયા અને તેનાથી ઓછાના પેકમાં વેચાય છે. જોકે હવે સરકાર અમારી અપીલ માનશે નહિ તો અમારી પાસે ૮,૦૦૦થી ૧૦,૦૦૦ લોકોને નોકરીમાંથી કાઢવા સિવાય કોઈ રસ્તો નથી, કારણ કે વેચાણમાં ઘટાડાની અમારી પર ખૂબ જ ખરાબ અસર થઈ રહી છે. પાર્લે દેશની સૌથી લોકપ્રિય બ્રાન્ડમાં સામેલ છે. વાર્ષિક ૧૦,૦૦૦ કરોડથી વધુનું વેચાણ કરનાર પાર્લે કંપી પાર્લે-જી, મોનાકો અને મારી બ્રાન્ડના બિસ્કિટ બનાવે છે. કંપનીમાં એક લાખ કર્મચારીઓ કામ કરે છે અને કંપનીના ૧૦ પ્લાન્ટ્‌સ છે. આ સિવાય કંપની ૧૨૫ થર્ડ પાર્ટી મેન્યુફેકચરિંગ ફેસિલિટી પણ ઓપરેટ કરે છે. પાર્લેનું અડધાથી વધુ વેચાણ ગ્રામીણ બજારોમાં થાય છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks