સુરતની વિવિધ માર્કેટોમાં ખડકાયેલ પાર્સલોના ઢગલા ઓછા થવા લાગ્યા

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૮
સુરત સહિત દેશભરમાં એક સપ્તાહ સુધી ચાલેલી ટ્રાન્સપોર્ટરોની હડતાળ ગત સાંજે સુખદ અંત સાથે પૂર્ણ થઈ હતી. આજે સવારથી શહેરમાં ટેમ્પો અને ટ્રકો ધમધમતાં થતા માર્કેટોમાં ખડકાયેલા પાર્સલોના ઢગલા ઓછા થવા લાગ્યા હતા. સુરત ટેક્સટાઈલ ટ્રેડર્સ ટેમ્પો એસોસિએશનના પ્રમુખ યુવરાજ દેસલેના જણાવ્યા અનુસાર ગત સાંજે દિલ્હી ખાતે ટ્રાન્સપોર્ટરોની હડતાળ સમેટાઈ હતી. એક સપ્તાહ સુધી શહેરમાં પણ હડતાળને સજ્જડ સમર્થન મળ્યું હોવાથી માર્કેટોમાં પાર્સલોનો ઢગલો થયો હતો. આજે સવારથી તમામ ટેમ્પો ચાલકો કામ પર ચઢી જતાં માર્કેટોમાંથી મોટા પ્રમાણમાં પાર્સલો ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં જવા માંડી રહ્યા છે. ટેક્સટાઈલ માર્કેટોમાં છેલ્લા એક સપ્તાહના પાર્સલોનો બેકલોગ પૂર્ણ થતા આગામી ૩-૪ દિવસનો સમય લાગશે. એક સપ્તાહની હડતાળ દરમિયાન તમામ ટ્રાન્સપોર્ટરો, ટેમ્પો ચાલકો અને દુકાન માલિકો દ્વારા સમર્થન મળ્યું હોવાથી ટ્રાન્સપોર્ટરોની હડતાળ શાંતિપૂર્વક સંપન્ન થઈ હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks