નવી દિલ્હી, તા.૯
સુપ્રીમ કોર્ટે કઠુઆ ગેંગરેપના આરોપીને કઠુઆ જિલ્લામાંથી ગુરૂદાસપુર જેલમાં ટ્રાન્સફર કરવા મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીર પોલીસને સૂચના આપી છે કે એ વધારાની ચાર્જશીટ ૮ અઠવાડિયાઓમાં દાખલ કરે. આરોપીની તરફેણમાં પ્રચારને રોકવા માટે સુપ્રીમ કોર્ટે એને રોકવા આદેશ આપવા ઈન્કાર કર્યો.
ગયા મહિને ફરિયાદ પક્ષે આરોપીને કઠુઆથી પઠાણકોટ જેલમાં તબદિલ કરવાની અરજી પાછી ખેંચી હતી કારણ કે પંજાબ સરકારે આના માટે જમ્મુ-કાશ્મીર સરકાર સાથે વાતચીત કરી ન હતી. કઠુઆ કેસથી સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શનો થયા હતા.
Facebook
0
Twitter
0