પાટણમાં ભાજપના મંત્રીઓના પૂતળા દહનનો કાર્યક્રમ, પાસના ત્રણની અટક

પાટણ,તા.૧૪
પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાન હાર્દિક પટેલની કથિત વીડિયો સીડી ભાજપના રાજયકક્ષાના મંત્રી મનસુખ માંડવિયા અને પાટીદાર આરક્ષણ સમિતિના રાષ્ટ્રીય સંયોજક અશ્વિન સાંકડાશેરિયા દ્વારા વાયરલ કરવામાં આવી છે. આ વીડિયોને લઈ સમગ્ર રાજયમાં ભારે ચર્ચા જાગી છે. તો પાટીદાર સમાજ તેને રાજકીય ષડયંત્ર કહી રહ્યું છે. ત્યારે પાટણ જિલ્લા પાટીદાર એકતા સમિતિના યુવાન કાર્યકર્તાઓ દ્વારા આજે પાટણના બગવાડા ચોક સખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખ્યો હતો. આ સમયે મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો માથે ટોપી પહેરી જય સરદાર અને જય પાટીદારના નારાઓ સાથે ધસી આવ્યા હતા અને ભાજપના મંત્રી મનસુખ માંડવિયા તથા અશ્વિનના પૂતળા બનાવી આગ ચાંપી દહન કરવાની કોશિશ કરતા પોલીસે બન્ને પૂતળાઓ ઝૂટવી લઈ પૂતળા દહનનો કાર્યક્રમ નિષ્ફળ બનાવતા ભારે ઉત્તેજના છવાઈ હતી. પોલીસ અને પાટીદાર યુવાનો વચ્ચે ઘર્ષણ સર્જાતા અફરાતફરી મચી હતી. જો કે પોલીસે ત્રણ પાસ કાર્યકરોની અટકાયત કરી એ-ડિવિઝન પોલીસ મથકે લઈ ગયા હતા અને મામલો થાળે પાડયો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks