પતિએ દીક્ષા લીધા બાદ કાયદાકીય સંઘ સેવા બાદ પત્નીએ પણ બે દિવસ બાદ દીક્ષા લઈ લીધી

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૫
ગત તા.ર૩મી સપ્ટેમ્બરના રોજ મધ્યપ્રદેશના નીમચના યુવાન ઉદ્યોગપતિ એવા સુમિતે રૂા.૧૦૦ કરોડની સંપત્તિ અને ર વર્ષ, ૧૦ મહિનાની દીકરીને છોડીને દિક્ષા લીધી હતી. જ્યારે તેની પત્ની અનામિકાએ તા.રપ સપ્ટેમ્બરના રોજ દિક્ષા લીધી હતી. ર૩ સપ્ટેમ્બરના રોજ સુમિતને દિક્ષા મળી ગઇ પરંતુ અનામિકાની દિક્ષા કાયદાકીય અવરોધોનો કારણે રોકાઇ ગઇ હતી. જોકે કાયદાકિય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ અનામિકાને દિક્ષા આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે જ્યારે દીકરી નાના-નાની સાથે રહેશે. મધ્યપ્રદેશના નીમચના કરોડપતિ પરિવારના સુમિત રાઠોરે ર૩ સપ્ટેમ્બરે અને પત્ની અનામિકાએ રપ સપ્ટેમ્બરના રોજ દિક્ષા લીધી હતી. સુમિત અને અનામિકાને ર વર્ષ અને ૧૦ મહિનાની દીકરી ઇભ્યાને ત્યજીને દિક્ષા લીધી હતી. મોટું ઘર, નવી કારો, સારા સારા કપડાં પરંતુ દિક્ષા બાદનું સુમિત-અનામિકાનું જીવન એક મુશ્કેલ વ્રત જેવું થઇ જશે. હવે તે ક્યારેય સ્નાન પણ નહી કરે. ક્યારેય કોઇ એવા રૂમમાં નહી રોકાય, જ્યાં એક બલ્બ અથવા પંખો પણ લાગેલો હોય, હંમેશા ખુલ્લા પગે પગપાળા ચાલશે. ક્યારેય મોટી થઇને ઇભ્યા પોતાના મમ્મી-પપ્પા અંગે પૂછશે તો નાના-નાની પાસે શું જબાવ હશે ? અશોક ચંડાલિયા (અનામિકાના પિતા) કહે છે કે, અમે તેને સમજાવીશું. આમ તો અમારે ત્યાં બાળકો આ સમજ સાથે જ મોટા થાય છે, તેથી લાગતું નથી કે, તે મોટી થઇને કોઇ સવાલ કરશે. દિક્ષા લીધા બાદ સુમિત અને અનામિકા તેમના નવા નામ અને રૂપ સાથે ક્યારેય નીમય કે કપાસન આવશે અને તેમની સામે ઇભ્યા આવશે તો શું થશે ? ઇભ્યા માટે આ બધા સવાલ અબુધ વાતો જેવા છે. કદાચ મોટી થઇને જ્યારે તે આચાર્યોને સાંભળશે અને શાસ્ત્રોને વાંચશે તો જાતે જ સમજી જશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks