પાટીદાર અને પ્રજાના હિતમાં કોંગ્રેસ નિર્ણય લેશે તો રાજ્ય તેની સાથે રહેશે

અમદાવાદ,તા.રપ
પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે રાહુલ ગાંધીનું સ્વાગત કરતું ટવીટ કરતા રાજકીય માહોલ ગરમાયો છે. હાર્દિકે આ ટવીટને રાજકીય હોવાનું નકારી દીધું છે જો કે હાર્દિકે ગુજરાતમાં પાટીદાર સમાજ અને પ્રજાના હિતમાં કોંગ્રેસ નિર્ણય લેશે તો ચોક્કસ રાજય તેની સાથે રહેશે. તેમ કહીને આડકતરી રીતે હાર્દિક પટેલે કોંગ્રેસને સમર્થન આપ્યું હતું. પાસના હાર્દિક પટેલે સોશિયલ મીડિયા ટવીટર ઉપર ગુજરાતની મુલાકાતે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનું સ્વાગત કરતી ટવીટ કરી હતી. ત્યાર બાદ મીડિયા સાથેની વાતચીતમાં હાર્દિકે જણાવ્યું હતું કે સ્વાગત કર્યું છે એનો મતલબ સમર્થન કર્યું નથી. પરંતુ કોંગ્રેસ પાટીદાર સમાજ અને રાજયની પ્રજાના હિતમાં નિર્ણયો લે એટલે કે પ્રજાના મુદ્દાઓને તેમના ચૂંટણી ઢંઢેરામાં સમાવી લેશે. તો ચોક્કસ રાજ્ય તેમની સાથે રહેશે. ત્યાર બાદ આવતીકાલે સરકાર સાથે પાટીદારોની બેઠક મુદ્દે પ્રતિક્રિયા હાર્દિકે મીડિયાને કહ્યું હતું કે માત્ર કહેવા ખાતર જ સરકાર તરફથી આમંત્રણ અપાયું છે. નાયબ મુખ્યમંત્રીનો ઓરિજનલ લેટર હેડ ઉપર પણ આમંત્રણ અપાયું નથી. જો કે સરકાર સાથેની બેઠકમાં માત્ર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જ હાજર રહે તો તેનો ઉકેલ આવી શકે તેમ નથી. નીતિન પટેલને કોઈ સત્તા જ નથી કે આ મુદ્દાઓ ઉપર ઉકેલ લાવી શકે. ત્યારે સરકાર સાથે પાટીદારોની બેઠક વખતે નીતિન પટેલની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણમંત્રી, કૃષિમંત્રી પણ હાજર રહેવા જોઈએ જેનાથી મુદ્દાઓને સમજીને તેનો ઉકેલ લાવી શકાય. અમારી બેઠકમાં નક્કી થયા મુજબ પાસ તરફથી એક ટીમ પણ આ બેઠકમાં જશે. એમ હાર્દિક પટેલે જણાવ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks