Gujarat

પાટીદાર મહિલાઓના ભારે વિરોધ વચ્ચે મહામુસીબતે ગૌરવયાત્રા પસાર થઈ

સાવરકુંડલા, તા.૩
વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ડેમેજ કંટ્રોલ કરવા મેદાને પડેલી ભાજપ સરકારને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. નર્મદા મહોત્સવ યાત્રાના વિરોધ બાદ ભાજપની ગૌરવયાત્રાનો પણ અનેક સ્થળોએ વિરોધ થઈ રહ્યો છે.
અમરેલી જિલ્લામાં ગુજરાત ગૌરવયાત્રા પ્રસંગે સાવરકુંડલાના નેસડીમાં પાટીદાર મહિલાઓએ ગૌરવયાત્રાનો વિરોધ કરીને જય સરદાર જય પાટીદારના નારા લગાવતા પોલીસે ગૌરવયાત્રા પસાર કરાવવા માટે હળવો બળ પ્રયોગ કરતા મહિલાઓએ વધુ રોષિત બનીને ઉગ્ર નારા નાખ્યા હતા જેથી ઘડીભર માટે વાતાવરણમાં તંગદિલી જોવા મળી હતી. આજે ગુજરાતની ગૌરવ યાત્રા અમરેલી જિલ્લામાં બાબરાથી પ્રવેશીને અમરેલીથી સાવરકુંડલા આવી હતી. સાવરકુંડલામાં સભા બાદ આ ગુજરાતની ગૌરવયાત્રા ચલાલા જવા નીકળી ત્યારે સાવરકુંડલા તાલુકાના નેસડી ગામમાં પાટીદાર મહિલાઓ રસ્તા પર જ અડિંગો જમાવીને ગૌરવ યાત્રાનો વિરોધ કરવા એકઠી થતા પોલીસના ધાડેધાડા નેસડીમાં ઉતારી દેવામાં આવ્યા હતા. ભાજપના દિલીપ સંઘાણી, યુવા પ્રદેશના ઋત્વિજ પટેલ સહિતના ભાજપના નેતાઓએ પાટીદાર મહિલાઓની રજૂઆતો સાંભળી હતી છતાં પાટીદાર મહિલાઓએ જય સરદાર જય પાટીદારના નારા નાખ્યા હતા. આથી પોલીસ તંત્ર હરકતમાં આવીને આ મહિલાઓ પર બળ પ્રયોગ કરવાની પેરવી કરતા ઘડીભર માટે નાસભાગ મચી જવા પામી હતી અને મહિલાઓ, અને પુરૂષોએ જય સરદાર જય પાટીદારના નારાઓ નાખતા પોલીસ તંત્રે ગૌરવયાત્રા નીકળવાના સમયે રોષિત મહિલાઓને એક ગલીમાં પોલીસવાન આડી મૂકીને કોર્ડન કરીને મહામુસીબતે ગૌરવ યાત્રા નેસડીમાંથી પસાર કરવામાં પોલીસ સફળ થઇ હતી. સાવરકુંડલામાં ગૌરવ યાત્રા નીકળવા અગાઉ પાસના કન્વીનર તાલુકા કોંગ્રેસના અગ્રણીઓને પોલીસે નજરકેદ કરીને પોલીસ મથકે બેસાડી દીધા હતા જ્યારે નેસડીમાં ગૌરવ યાત્રા પસાર થઇ ગયા બાદ પોલીસના ડબામાં પુરાયેલી પાટીદાર મહિલાઓને પોલીસે મુક્ત કરીને માંડ રાહતનો શ્વાસ લીધો હતો. જ્યારે દીપક માલાણી, વલ્લભ જીંજવાડિયા, હાર્દિક કાનાણી, મનુભાઈ ડાવરા, અશ્વિન ધામેલિયા, જસુભાઇ ખુમાણ, ગુલાબસિંહ જાડેજા, રાજુ રૈયાણી, હરેશ કથીરિયા, ચેતન વેકરિયા, હિતેશ જ્યાણી, પાર્થ સુતરીય, ભરત નાકરાણી, બાબુલાલ કુબાવત, અહેમદ ચોહાણ, અલીભાઈ દલ, ચતુરભાઈ ખુંટ, લાલો કાછડિયા, સહિતના પાસના કન્વીનરો, આગેવાનો અને કોંગ્રેસી કાર્યકર્તાઓને પોલીસે પકડીને નજરકેદ રાખ્યા હતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    Crime DiaryGujarat

    રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

    માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
    Read more
    Gujarat

    હિંમતનગરના ગામડી પાસે નેશનલ હાઈવે પર વાહનની ટક્કરે વ્યક્તિનું મોત ઉશ્કેરાયેલા લોકોએ હાઈવે બ્લોક કર્યો પોલીસ પર પથ્થરમારો કરી વાનને આગ ચાંપી

    ટોળાને વિખેરવા ટીયરગેસના ૧ર૦થી વધુ…
    Read more
    AhmedabadGujarat

    વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

    રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.