અમરોલી અને કાપોદ્રામાં પાટીદાર વિદ્યાર્થીઓ દ્વારા કોલેજો બંધ કરાવાઈ

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૬
હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયાના સમર્થનમાં આજે શહેરના પાટીદાર પ્રભુત્વવાળા અમરોલી અને કાપોદ્રા વિસ્તારમાં વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ બંધ કરવામાં આવી હતી. ખેડૂતોની દેવા માફી અને પાટીદાર સમાજને અનામતના મુદ્દે આજે ૧૩મા દિવસે પણ હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસ યથાવત રહ્યા હતા. હાર્દિકના સમર્થનમાં પાટીદાર સમાજ દ્વારા શહેરમાં ઠેર-ઠેર પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા. ગતરોજ સરથાણા, યોગીચોક વિસ્તારમાં પાટીદારોએ રેલી યોજી હતી તેમજ પાટીદાર મહિલાઓ દ્વારા થાળી-વેલણ વગાડીને હાર્દિકને સમર્થન આપ્યું હતું. આજે અમરોલી વિસ્તારમાં આવેલી અમરોલી કોલેજ તેમજ કાપોદ્રા વિસ્તારની ધારૂકાવાળા કોલેજમાં પાટીદાર વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ બંધ કરવામાં આવી હતી. પાટીદારોના પ્રભુત્વવાળી કોલેજામાં આજે સવારના સમયે શૈક્ષણિક કાર્યો બંધ રહ્યાું હતું. વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ બંધ કરાવીને કેમ્પસમાં હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks