વરાછા બાદ કતારગામમાં પણ પાટીદારો પ્રતીક ઉપવાસમાં જોડાયા

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૯
અમદાવાદ ખાતે હાર્દિક પટેલે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. ત્યારે તેના સમર્થનમાં શહેરના પાટીદારોએ પોત પોતાના વિસ્તારોમાં જ ઉપવાસ શરૂ કર્યા છે. ગતરોજ મોટા વરાછા બાદ આજે કતારગામ આંબા તલાવડી ખાતે પાટીદાર બાળકો, મહિલાઓ સહિત ૨૦૦ થી વધુ કાર્યકરો પ્રતિક ઉપવાસમાં જોડાયા હતા.
પાસ કન્વીનર હાર્દિક પટેલ દ્વારા અમદાવાદ ખાતે પોતાના નિવાસસ્થાને આમરણાંત ઉપવાસ શરૂ કરવાને આજે પાંચમો દિવસ છે. પોલીસનો ચાંપતો બંદોબસ્ત અને ઉપવાસ આંદોલનને પોલીસની મંજૂરી ન હોવાથી હાર્દિકે પોતાના ઘરેથી જ આમરણાંત ઉપરવાસ શરૂ કર્યા છે. હાર્દિકના સમર્થનમાં ઉપવાસ માટે આવનારા પાટીદાર કાર્યકર્તાઓને રસ્તામાં જ અટકાવવામાં આવી રહ્યા છે. હાર્દિક દ્વારા પાટીદારોને પોત પોતાના વિસ્તારોમાં ઉપવાસ પર બેસવાની જાહેરાત કરવામાં આવી છે. ગતરોજ શહેરના મોટા વરાછા સુદામા ચોક નજીક ક્રિષ્ણાપાર્ક પાસે સ્થાનિક નગરસેવક અને પાટીદાર કાર્યકરો એક દિવસના પ્રતિક ઉપવાસ ઉપર બેઠા હતા.
આજે કતારગામ આંબાતલાવડી વિસ્તારમાં આવેલ પટેલ પાર્ક એપાર્ટમેન્ટમાં સ્થાનિક લોકોએ પ્રતિમ ઉપવાસ શરૂ કર્યા છે. હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસના સમર્થનમાં આજે નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધો પણ પ્રતિક ઉપવાસ પર બેઠા છે પાસ કાર્યકર્તાઓની સાથે આમ આદમી પાર્ટીના પ્રવકતા યોગેશ જાધવાણી પણ પ્રતિક ઉપવાસમાં જાડાયા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks