ડિંડોલીમાં દહેજ માટે પત્નીની હત્યા કરનાર પતિની ધરપકડ

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૩૧
ડિંડોલીમાં સ્વીફ્ટ કારની માંગણી કરી નેવીમાં ફરજ બજાવનાર પતિ અને સાસુ પરિણીતાના મારઝૂડ કરી ત્રાસ ગુજારતા હતા અને તેણીને મારમારી તેણીની હત્યા કરી હતી. આ બનાવમાં ડિંડોલી પોલીસે આરોપી પતિ તથા સાસુની ધરપકડ કરી હતી.પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર ડિંડોલીમાં આવેલા સાકાર પેલેસમાં રહેતી પરિણીતા શ્રુતિને મારમારી હત્યા કરવાના બનાવમાં પોલીસે આરોપી પતિ પ્રદિપ ઉપાધ્યાય તથા સાસુ શાંતિદેવીની ગઇ કાલે સાંજે ધરપકડ કરી હતી. પોલીસ રિમાન્ડની માંગણી સાથે આજે બપોર પછી બંનેને કોર્ટમાં રજૂ કરશે. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, પ્રદિપ ઉપાધ્યાય નેવીમાં ફરજ બજાવે છે, સ્વીફ્ટ કારની માંગણી કરી પતિ તથા સાસુ તેણીને શારીરિક અને માનસિક રીતે ત્રાસ ગુજારતા હતા. આરોપીઓએ એટલી હદે પરિણીતા પર અત્યાચાર ગુજારાયો હતો કે, તેણીને ઢોર માર મારી ગંભીર ઇજા પહોંચાડી મારી નાંખી હતી. તેણીના મૃતદેહ સ્મીમેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને પોસ્ટમોર્ટમમાં તેણીને મારમાર્યા હોવાનું ખુલાસો થયો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks