બાવળા, તા.ર૪
બાવળાના રોહિકા ગામે પરસ્ત્રી સાથેના આડાસંબંધમાં પત્ની પર અત્યાચાર ગુજારાતા કંટાળી જઈ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં અંગે વડોદરા પોલીસમાં પતિ સહિત ચાર સામે ફરિયાદ નોંધાતા પોલીસે પતિ અને સસરાની ધરપકડ કરી અન્ય બે આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.
બનાવની વિગત અનુસાર નરોડા કૃષ્ણનગર કેમ્પની સામે આસોપાલવ એપાર્ટમેન્ટમાં રહેતા કાંતાબેન સોલંકીની પુત્રી જ્યોત્સનાએ મહેન્દ્ર ભીખાભાઈ વાણીયા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. ચાર વર્ષમાં લગ્નજીવન દરમ્યાન પતિ પત્નીને અવારનવાર શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. તથા પતિને ભાવના નામની મહિલા સાથે આડાસંબંધ હોય જે અંગે જ્યોત્સનાબેને પતિને સમજાવતા આરોપીઓ છનાભાઈ લાલાભાઈ વાણીયા, ભાવનાબેન વાણીયાએ મહેન્દ્રને ખોટી ચડામણી કરતાં જેમની વાતોમાં આવી પતિએ પત્નીને અવારનવાર મારમારી માનસિક ત્રાસ આપતા જ્યોત્સનાબેને આજરોજ પોતાના પતિના ઘરે દવા પી લેતા જેમને સારવાર અર્થે લઈ જવાતા મોતને ભેટ્યા હતા. જેમની લાશને બાવળા સરકારી દવાખાને મોકલવામાં આવી હતી. જ્યાં મેડિકલ ઓફિસર ડૉ.અસારીએ પેનલ ડૉક્ટર બોલાવી પી.એમ. કરાવી લાશને તેમના વાલીવારસોને સોંપવા કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે વડોદરા પોલીસમાં આરોપી પતિ મહેન્દ્ર વાણીયા સસરા ભીખાભાઈ, લાલાભાઈ વાણીયા, છનાભાઈ લાલાભાઈ વાણીયા, ભાવનાબેન રેવાભાઈ વાણીયા તમામ રહે. રોહિકા તા. બાવળા સામે ગુનો નોંધી પતિ અને સસરાની ધરપકડ કરી હતી.