પત્ની માટે ટોઇલેટ ન બનાવી શકતા હોવ તોે તેને વેચી નાખો : ઔરંગાબાદના કલેક્ટર

ઔરંગાબાદ, તા. ૨૪
ઔરંગાબાદના જિલ્લા કલેક્ટર કંવલ તનુજે એમ કહીને વિવાદ સર્જ્યો હતો કે, જે લોકો પોતાની પત્ની માટે ટોઇલેટ બનાવી શકતા નથી તેઓએ તેમને વેચી દેવી જોઇએ. તેઓ ઔરંગાબાદના જામોર ગામમાં સ્વચ્છતા અંગે એક જાહેર સભાને સંબોધી રહ્યા હતા. આ દરમિયાન તનુજે જણાવ્યંુ હતું કે, ટોઇલેટના અભાવને કારણે મહિલાઓના રેપ થાય છે અને સતામણી કરવામાં આવે છે. ટોઇલેટ બનાવવામાં ફક્ત ૧૨,૦૦૦ રૂપિયાનો ખર્ચ થાય છે. જો ૧૨,૦૦૦ રૂપિયા કોઇની પણ પત્નીના સન્માન કરતા વધુ હોય તો તેણે તેનો બળાત્કાર કરવા માગતા વ્યક્તિને આ રકમમાં વેચી મારવી જોઇએ. તનુજે ઉમેર્યું હતું કે, જો તમારી માનસિકતા આવી જ હોય તો તમારી પત્નીને વેચી મારો. જે લોકો તેમના ઘરે ટોઇલેટ બનાવી શકતા નથી તેઓએ તેમની પત્નીને વેચી મારવી જોઇએ અથવા હરાજી કરવી જોઇએ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks