International

બાંગ્લાદેશમાં ૩૨ વર્ષીય પત્રકારની તેના ઘરે જ તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા

ઢાકા,તા.૨૯
બાંગ્લાદેશમાં એક મહિલા પત્રકારની છરીના ઘા મારીને હત્યા કરી નાખવામાં આવી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે સુબર્ના નોદી નામની ૩૨ વર્ષની પત્રકારની તેના ઘરે જ અજાણ્યા લોકોએ છરીના ઘા મારીને હત્યા કરી નાખી હતી. સુબર્ના નોદી ખાનગી ન્યૂઝ ચેનલ આનંદા ટીવીની કોરસ્પોન્ડેન્ટ હતી. નોદી બાંગ્લાદેશના ડેઇલી વર્તમાનપત્ર જગરોતો બાંગ્લા ન્યૂઝપેપર માટે પણ કામ કરી રહી હતી. નોદી પાબના જિલ્લાના રાધાનગર વિસ્તારમાં રહેતી હતી. રાધાનગર વિસ્તાર ઢાકાથી ૧૫૦ કિલોમીટર દૂરના અંતરે આવેલો છે. રિપોર્ટના જણાવ્યા પ્રમાણે નોદીએ પોતાના પતિથી છૂટાછેડા લેવા માટે અરજી કરી હતી. લગ્ન જીવનથી તેને નવ વર્ષની એક દીકરી પણ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે મંગળવારે રાત્રે ૧૦ઃ૪૫ વાગ્યાની આસપાસ અમુક અજાણ્યા લોકો આવ્યા હતા અને નોદીના ઘરની ડોરબેલ વગાડી હતી. નોદીએ જ્યારે ઘરનો દરવાજો ખોલ્યો ત્યારે તેના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી દેવામાં આવ્યો હતો. હુમલા બાદ અમુક સ્થાનિક લોકોએ તેણીને હોસ્પિટલ ખસેડી હતી. જોકે, રસ્તામાં જ તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. એડિશનલ એસપી ગૌતમ કુમાર બિસ્વાસના જણાવ્યા પ્રમાણે પોલીસે હુમલાખોરોને પકડવા માટે અલગ અલગ તપાસ ટીમો બનાવી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    કેમ્પસમાં અંધાધૂંધી : પેલેસ્ટીન તરફી દેખાવોતીવ્ર થતાં અમેરિકી યુનિવર્સિટીઓમાં ભારે આક્રોશ

    (એજન્સી) તા.ર૪ગત સપ્તાહે કોલંબિયા યેલ…
    Read more
    International

    અમેરિકાની અનેક યુનિવર્સિટી કેમ્પસમાં ગાઝાસંઘર્ષ અંગે બાઇડેનના વલણ સામે વિરોધ પ્રદર્શનો

    કોલંબિયા યુનિવર્સિટીએ વ્યક્તિગત…
    Read more
    International

    સંયુક્ત રાષ્ટ્રએ ગાઝામાં સામૂહિક કબરોની‘વિશ્વસનીય અને સ્વતંત્ર’ તપાસ માટે આહ્‌વાન કર્યું

    (એજન્સી) તા.૨૩સંયુક્ત રાષ્ટ્ર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.